તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
ઈ-શ્રમ પોર્ટલ પર 6 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનો આ પહેલો એકત્રિત કરાયેલ રાષ્ટ્રીય ડેટા છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારોએ પોર્ટલ પર નોંધણી કરાવી છે.
કેન્દ્રએ એક ઈ-શ્રમ પોર્ટલ (e-SHRAM portal) ડેવલોપ કર્યું છે જે આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. eSHRAM પોર્ટલ પર ફોટો અપડેટ કરવા માટે રજીસ્ટ્રેશન સમયે ફોટો આધાર સેવાઓમાંથી લેવામાં આવે છે તેથી ફોટો અપડેટ કરવાની જોગવાઈ ઉપલબ્ધ નથી. જો કાર્યકર આધાર કાર્ડના ફોટામાં ફેરફાર કરે તો તે આધાર ઓથેન્ટિકેશન પછી આપમેળે ઈ-શ્રમ પોર્ટલ પર દેખાશે.
ઈ-શ્રમ પોર્ટલ પર 6 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનો આ પહેલો એકત્રિત કરાયેલ રાષ્ટ્રીય ડેટા છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારોએ પોર્ટલ પર નોંધણી કરાવી છે.
ई- श्रम से जुड़ने की पूरी प्रक्रिया। @narendramodi @PMOIndia @byadavbjp @Rameswar_Teli @mygovindia @MyGovHindi @PIB_India @PIBHindi @DDNewsHindi @airnewsalerts pic.twitter.com/XPaFe4my5c
— DGLW (@DGLabourWelfare) November 5, 2021
કોણ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે? સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી સંપૂર્ણપણે મફત છે. બાંધકામ કામદાર, સ્થળાંતર કામદાર, ધોબી, દરજી, માળી, મોચી, વાળંદ, વણકર, કોરી, વણકર, રિક્ષાચાલક, ઘરકામ કરનાર, ફેરીવાળો, છૂટક શાકભાજી ફળ વેચનાર, ચા, ચાટ, હાથગાડી, ફૂટપાથ વેપારી, કુલી, જનરેટર અને લાઇટ લિફ્ટર, કેટરિંગ વર્કર, હોકર, મોટરસાઇકલ રિપેરર, ગેરેજ વર્કર, ટ્રાન્સપોર્ટ વર્કર, ઓટો ડ્રાઇવર, સફાઇ કામદાર, ડ્રમર, ટેન્ટ હાઉસ કામદારો, માછીમારો, ટોંગા / બળદગાડાના કામદારો, અગરબત્તી (કુટીર ઉદ્યોગ) કામદારો, ગાડાવાળા, પશુપાલન, મત્સ્યોદ્યોગ, મરઘાં બતક ઉછેર અને દુકાનોમાં કામદારો રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ઈ-શ્રમ કાર્ડના ફાયદા 18 થી 40 વર્ષની વય જૂથની વ્યક્તિઓ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વાર્ષિક બિઝનેસ રૂ 1.5 લાખ કે કે તેથી ઓછો હોવો જોઈએ. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારના મૃત્યુ અથવા કાયમી અપંગતા પર 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. અસ્થાયી વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ડેટા દર્શાવે છે કે પોર્ટલ પર નોંધાયેલા સૌથી વધુ કામદારો કૃષિ અને બાંધકામ ક્ષેત્રના છે.
કેવી રીતે થશે રજીસ્ટ્રેશન? ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે કામદારો તેમની મોબાઈલ એપ અથવા વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તેઓ સામાન્ય સેવા કેન્દ્ર (CSC), રાજ્ય સેવા કેન્દ્ર, શ્રમ સુવિધા કેન્દ્ર, પોસ્ટ ઓફિસો, ડિજિટલ સેવા કેન્દ્રોની મુલાકાત લઈને પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કર્યા પછી કામદારોને ડિજિટલ ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોય છે જે સમગ્ર દેશમાં માન્ય છે. તેઓ કોઈ અન્ય સ્થળે જવાની સ્થિતિમાં પણ સામાજિક સુરક્ષા લાભો માટે પાત્ર રહે છે.
તેની નોંધણી માટે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. આધાર નંબર, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર છે. ઇશ્રમ પોર્ટલ હેઠળ નોંધાયેલા કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ નોંધવામાં આવશે. તે જ સમયે પ્રથમ વર્ષનું પ્રીમિયમ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો : 900 વર્ષ જુના મહેલની ઠાઠને ફરી જીવંત કરી રહ્યા છે Mukesh Ambani, મહેલની ભવ્યતા જોઈ તમે અવાચક થઈ જશો
આ પણ વાંચો : Petrol – Diesel પર ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર! જાણો શું છે કારણ