AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol – Diesel પર ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર! જાણો શું છે કારણ

ઓક્ટોબર પહેલાના પ્રથમ ત્રણ મહિના (જુલાઈથી સપ્ટેમ્બર, 2021)ની સ્થિતિ જોવામાં આવે તો GSTમાં આ વધારો અનુક્રમે 33 ટકા, 30 ટકા અને 23 ટકા થયો છે. અન્ય કરની વસૂલાત પણ તાજેતરમાં સારી રહી છે.

Petrol - Diesel પર ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર! જાણો શું છે કારણ
File Image of Petrol Pump
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:12 AM
Share

પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અને પછી 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વેટના દરોમાં ઘટાડો કરવા છતાં તેમના તિજોરી પર કોઈ વિપરીત અસર થવાની નથી. તેનું કારણ એ છે કે કોરોના મહામારી પછી જે રીતે અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે તેનાથી આવકની વાસ્તવિક સ્થિતિ વધુ સારી રહેવાની આશા છે. આ ઘટાડા છતાં આખા વર્ષ માટે પેટ્રોલિયમ પેદાશોમાંથી કુલ આવકનો અંદાજ પણ કેન્દ્રની અપેક્ષાઓ આસપાસ રહેશે.

લોકોને રાહત આપવાનો સમય નાણા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે 1 નવેમ્બરના રોજ જીએસટી કલેક્શનના ડેટા બહાર આવ્યા બાદ જ એ વાત પર સહમતિ બની હતી કે હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ડ્યૂટીમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપવાનો સમય આવી ગયો છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનની રકમ રૂ 1.30 લાખ કરોડથી વધુ હતી જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 24 ટકા વધુ હતી અને વર્ષ 2019ના સમાન મહિનાની સરખામણીમાં 36 ટકા વધુ હતી.

વધુ સારી કર વસૂલાત એટલું જ નહીં જો ઓક્ટોબર પહેલાના પ્રથમ ત્રણ મહિના (જુલાઈથી સપ્ટેમ્બર, 2021)ની સ્થિતિ જોવામાં આવે તો GSTમાં આ વધારો અનુક્રમે 33 ટકા, 30 ટકા અને 23 ટકા થયો છે. અન્ય કરની વસૂલાત પણ તાજેતરમાં સારી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એકંદર કર વસૂલાત ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 100.80 ટકા વધુ અને વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક કરતાં 51.57 ટકા વધુ છે.

આ કારણોસર વિપરીત અસર નહિ પડે

  • અપેક્ષા કરતા વધુ સારા GST કલેક્શનને કારણે પરિસ્થિતિ એકદમ સંતોષજનક છે.
  • પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેલ ઉત્પાદનોમાંથી રેવન્યુ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે
  • પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કસ્ટમ ડ્યુટી વસૂલાતમાં 130 ટકા વૃદ્ધિ
  • કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 105 ટકાનો વધારો
  • સરકારની અપેક્ષા કરતાં જીએસટી કલેક્શન સતત સારું રહ્યું છે

આ વેરા પણ વધ્યા કસ્ટમ્સ કલેક્શનમાં 129.64 ટકા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 105.14 ટકાનો વધારો થયો છે. જો આપણે માત્ર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી રેવન્યુ કલેક્શનની વાત કરીએ તો તે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ 1.71 લાખ કરોડ રહી છે. આ રકમ પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ 1.28 લાખ કરોડની સરખામણીએ 33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2020-21માં, કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી તરીકે રૂ 3.89 લાખ કરોડ એકત્ર કર્યા હતા.

45 હજાર કરોડની રાહત ખાનગી સંશોધન એજન્સીઓના અહેવાલો કહે છે કે કેન્દ્ર દ્વારા પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી આગામી પાંચ મહિનામાં કુલ આવકમાં 45,000 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલ ડીઝલનું વેચાણ વધ્યું છે જો કે બીજી તરફ, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ વર્ષે સરકાર કેન્દ્ર દ્વારા એકત્રિત કર અને ફીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 6,65,563 કરોડ રૂપિયા આપશે.

આ પણ વાંચો :  મળી ગયો શેરબજારમાં સફળતાંનો મંત્ર! Rakesh Jhunjhunwala એ નવા વર્ષ માટે આપી Investment Tips, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં વેચાય છે? તમારા શહેર સહીત મહાનગરોના 1 લીટર ઇંધણના રેટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">