AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા

આ કાયદાથી અલિબાબા, ટેક ફર્મ પિંડુઓડો, પેટ્રોચિનાને થઈ શકે છે અસર, અગાઉ અનેક કંપનીઓને ટ્રમ્પે કરી છે બ્લેકલિસ્ટ   યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. ટ્રમ્પે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર ફેંકવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો શાસકોને ચીની કંપનીઓને સ્ટોક એક્સચેંજમાંથી […]

ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા
Strict measures against China even in the last days of Donald Trump's tenure
Ankit Modi
| Edited By: | Updated on: Dec 21, 2020 | 8:53 AM
Share

આ કાયદાથી અલિબાબા, ટેક ફર્મ પિંડુઓડો, પેટ્રોચિનાને થઈ શકે છે અસર, અગાઉ અનેક કંપનીઓને ટ્રમ્પે કરી છે બ્લેકલિસ્ટ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. ટ્રમ્પે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર ફેંકવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો શાસકોને ચીની કંપનીઓને સ્ટોક એક્સચેંજમાંથી બહાર કરવાની સત્તા આપે છે.

નવો કાયદો શું કહે છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ધ હોલ્ડિંગ ફોરેન કંપની એકાઉન્ટબલ એક્ટ’ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે જે કંપનીઓ સતત ત્રણ વર્ષ સુધી યુ.એસ. પબ્લિક એકાઉન્ટિંગ ઓવરસાઇટ બોર્ડના ઓડિટ નિયમોનું પાલન કરતી નથી તેઓને યુ.એસ. એક્સચેંજમાં લિસ્ટ કરવામાં આવશે નહીં. આમતો, આ કાયદો કોઈપણ દેશની કંપનીઓને લાગુ પડે છે પરંતુ તેનો અસલ હેતુ યુ.એસ. માં લિસ્ટેડ અલીબાબા, ટેક ફર્મ પિંડુઓડો અને તેલ કંપની પેટ્રોચિનાને બહાર કાઢવાનો છે.

અમેરિકાએ અનેક ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી આ અગાઉ ટ્રમ્પ સરકારમાં ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે. આ કંપનીઓમાં ચીપમેકર એસ.એમ.આઇ.સી. અને ચાઇનીઝ ડ્રોન ઉત્પાદક એસ.ઝેડ ડીજેઆઈ ટેકનોલોજી કંપની લિમિટેડ જેવી જાણીતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રિપબ્લિકન ટ્રમ્પના વેપાર અને અનેક આર્થિક મુદ્દાઓને લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે લાંબા સમયથી ચાલેલી ટ્રેડવોરમાં છબીને ચમકાવવાના નવા પ્રયાસ તરીકે આ પગલું જોવામાં આવી રહ્યું છે. યુ.એસ.ના વાણિજ્ય વિભાગે કહ્યું કે એસ.એમ.આઇ.સી. વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે બેઇજિંગ લશ્કરી હેતુઓ માટે નાગરિક તકનીકનું શોષણ કરી રહ્યું છે અને તેનાથી ઉદ્ભવેલી ચિંતાને અવગણી શકાય નહીં.

પહેલા પણ લગાવ્યો હતો બેન આ પહેલા પણ અમેરિકાએ ઘણી ચીની કંપનીઓ પર બેન લગાવ્યો છે. અમેરિકાએ માનવધિકારોનું હનન, દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ દ્દીપોનું નિર્માણ અને સૈન્યકરણમાં મદદના આરોપમાં ઘણી ચીની કંપનીઓને બેન કરવામાં આવી છે.

યુએસ-ચીન વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી છે તનાવ છેલ્લા એક વર્ષથી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના સંબંધોમાં ખુબ તણાવ દેખાઈ રહ્યો છે. વિશ્વની ટોચની બે અર્થવ્યવસ્થાઓ કોરોનાવાયરસ મહામારી ફેલાવવા, દક્ષિણ ચાઇના સમુદ્રમાં સૈન્ય મથક બનાવવાની કામગીરી અને હોંગકોંગમાં માનવાધિકારના ઉલ્લંઘનને લીધે જાણે જંગ જેવો માહોલ દેખાય છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">