DMartમાં ખરીદી કરતા પહેલા ચેતી જજો! પૂર્વ કર્મચારીએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Viral Video

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોમાં ડી-માર્ટના પૂર્વ કર્મચારીએ Premia બ્રાન્ડના ઉત્પાદનો વિશે ગંભીર દાવા કર્યા છે. તેમના મતે, કેટલાક મસાલા અને ડ્રાયફ્રૂટ્સ જેવા ઉત્પાદનોની એક્સપાયરી ડેટ નજીક આવતાં રી-પેકિંગ કરવામાં આવે છે. ગ્રાહકોએ ખરીદી કરતા પહેલા ગુણવત્તા અને તારીખ ચોક્કસ તપાસવી જોઈએ જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય

DMartમાં ખરીદી કરતા પહેલા ચેતી જજો! પૂર્વ કર્મચારીએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Viral Video
dmart shopping warning former employee makes shocking claims watch viral video
Image Credit source: chatgpt
| Updated on: Jun 05, 2026 | 11:50 AM

આજકાલ ઘરવખરી અને કરિયાણાની ખરીદી માટે ઘણા લોકો ડી-માર્ટ (DMart) પર નિર્ભર રહે છે. સસ્તા ભાવ અને આકર્ષક ડિસ્કાઉન્ટને કારણે ગ્રાહકો મોટી સંખ્યામાં ત્યાંથી ખરીદી કરે છે. જોકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં પોતાને ડી-માર્ટનો પૂર્વ કર્મચારી ગણાવનાર એક વ્યક્તિએ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે.

પૂર્વ કર્મચારીનો દાવો

વીડિયોમાં યુવક જણાવે છે કે તે અગાઉ ડી-માર્ટની ઓફિસમાં કામ કરતો હતો અને તેને સ્ટોક વેચાણ તેમજ માલની ગુણવત્તા સંબંધિત માહિતીની જાણકારી હતી. પોતાના અનુભવના આધારે તેણે ગ્રાહકોને ડી-માર્ટની હોમ બ્રાન્ડ ‘પ્રીમિયા’ (Premia) હેઠળ વેચાતી કેટલીક વસ્તુઓ ખરીદતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે.

તેના જણાવ્યા મુજબ પ્રીમિયા બ્રાન્ડના કેટલાક મસાલા, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય પેક કરેલા કરિયાણાના ઉત્પાદનો લાંબા સમય સુધી સ્ટોરમાં પડ્યા રહેતા હોય છે. જ્યારે જાણીતી બ્રાન્ડના ઉત્પાદનો ઝડપથી વેચાઈ જાય છે અને તેનો નવો સ્ટોક સતત આવતો રહે છે, ત્યારે કેટલીક ઇન-હાઉસ બ્રાન્ડની વસ્તુઓ ધીમી ગતિએ વેચાય છે.

શું છે આ પાછળનું અસલી રહસ્ય?

જ્યારે આ સામાનની એક્સપાયરી ડેટ (Expiry Date) નજીક આવે અથવા માલ બગડવા લાગે, ત્યારે તેને ફેંકી દેવાને બદલે તેનું રી-પેકિંગ (Re-packing) કરવામાં આવે છે. યુવકે પોતે સ્વીકાર્યું કે તે આવી વસ્તુઓ પર નવી ડેટ વાળા સ્ટીકરો બનાવતો હતો. એટલું જ નહીં, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સમાં ક્યારેક જીવાત કે ઈયળો પડી ગઈ હોય, તો પણ તેને સાફ કરીને ફરીથી નવા પેકિંગમાં ડિસ્પ્લે પર ગોઠવી દેવામાં આવે છે. ગ્રાહકોને લાગે છે કે તેઓ નવો સ્ટોક ખરીદી રહ્યા છે, પરંતુ અસલમાં તે માત્ર ‘બહારના કપડાં’ બદલેલો જૂનો જ માલ હોય છે.

પૂર્વ કર્મચારીની ગ્રાહકોને સલાહ

આ જ કારણ છે કે તે પૂર્વ કર્મચારી પોતે પણ પોતાના ઘર માટે ડી-માર્ટની આ બ્રાન્ડનો સામાન ક્યારેય નથી ખરીદતો. તેણે લોકોને સલાહ આપી છે કે ડી-માર્ટમાંથી અન્ય બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવામાં કોઈ વાંધો નથી, પરંતુ મસાલા અને ડ્રાયફ્રૂટ્સ જેવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વસ્તુઓ સ્થાનિક કરિયાણાની દુકાનમાંથી જ લેવી વધુ હિતાવહ છે. ગ્રાહકોએ જાગૃત થવાની જરૂર છે જેથી સસ્તાના ચક્કરમાં તેમના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય.

જુઓ વાયરલ વીડિયો

જોકે નોંધનીય બાબત એ છે કે આ તમામ દાવાઓ વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યા છે અને તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. ડી-માર્ટ તરફથી પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ગ્રાહકો માટે નિષ્ણાતો સામાન્ય રીતે સલાહ આપે છે કે કોઈપણ પેક કરેલી વસ્તુ ખરીદતા પહેલા તેની ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ, પેકિંગની સ્થિતિ અને ગુણવત્તા સારી રીતે તપાસવી જોઈએ. ખાસ કરીને મસાલા, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે વધુ સાવધાની રાખવી જરૂરી છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોએ ગ્રાહકોમાં ચર્ચા જગાવી છે. જોકે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા દાવાઓની સત્યતા ચકાસવી અને વિશ્વસનીય માહિતી પર આધાર રાખવો જરૂરી છે.

Disclaimer આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

ચટાકેદાર પકોડી માત્ર જીભનો સ્વાદ નહીં, પેટની તકલીફો પણ કરશે દૂર! જાણો તેના ફાયદા આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us