Divine Power Energy નો શેર કારોબારના પહેલા જ દિવસે 284% ઉછળ્યો, રોકાણકારો થયા માલામાલ

|

Jul 03, 2024 | 7:37 AM

કેબલ અને વાયર મેન્યુફેક્ચરિંગ કંપની Divine Power Energy Limited (DPEL)ના શેરે મંગળવારે બજારમાં શાનદાર લોન્ચિંગ કર્યું હતું. શેર રૂપિયા 40ની ઇશ્યુ પ્રાઇસ સામે 284 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો.

Divine Power Energy નો શેર કારોબારના પહેલા જ દિવસે 284% ઉછળ્યો, રોકાણકારો થયા માલામાલ

Follow us on

કેબલ અને વાયર મેન્યુફેક્ચરિંગ કંપની Divine Power Energy Limited (DPEL)ના શેરે મંગળવારે બજારમાં શાનદાર લોન્ચિંગ કર્યું હતું. શેર રૂપિયા 40ની ઇશ્યુ પ્રાઇસ સામે 284 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયો હતો.

કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ ઇમર્જ પર રૂપિયા 155 પર લિસ્ટ થયા હતા જે ઇશ્યૂ કિંમતથી 287.50 ટકાનો વધારો દર્શાવે છે. કારોબારના અંતે તે રૂપિયા 150 પર બંધ રહ્યો હતો.

ઈશ્યુ 394 ગણાઓ સબ્સ્ક્રાઇબ થયો હતો

ટ્રેડિંગ સેશનના અંતે કંપનીનું બજાર મૂલ્ય રૂપિયા 322.01 કરોડ હતું. દિવસ દરમિયાન ઇમર્જ પર કંપનીના 31.44 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું. ડિવાઈન પાવર એનર્જી લિમિટેડનો IPO ગયા સપ્તાહે ઈસ્યુના છેલ્લા દિવસે 394 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પત્ની સાથે રોમેન્ટિક તસવીરો કરી શેર
તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં થાય છે આ ચમત્કારિક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 08-07-2024
સોમવારે ભૂલથી પણ ન કરતાં આ 7 કામ, કષ્ટથી ઘેરાઈ જશે જિંદગી !
Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?

કંપનીનો રૂપિયા 22.76 કરોડનો IPO સંપૂર્ણપણે 56.90 લાખ નવા શેર પર આધારિત હતો. આ માટે કિંમતની શ્રેણી 36-40 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. DPEL તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને બાકીની રકમ કંપનીની સામાન્ય કામગીરી માટે IPOની આવકમાંથી રૂપિયા 18 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

એલાઈડ બ્લેન્ડર્સ 13 ટકા વધીને બંધ થયા હતા

ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવતી કંપની એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સના શેર મંગળવારે બજારમાં લિસ્ટિંગ થયા બાદ રૂ. 281ની ઈશ્યૂ કિંમત સામે 13 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. કંપનીના શેર બીએસઈ પર રૂ. 318.10 પર ખૂલ્યા હતા, જે ઇશ્યૂ ભાવથી 13.20 ટકા વધુ હતા. બાદમાં તે 15.44 ટકા વધીને રૂ. 324.40 થયો હતો. અંતે તે 13.11 ટકાના વધારા સાથે રૂ. 317.85 પર બંધ રહ્યો હતો. કંપનીના શેર 13.87 ટકાના ઉછાળા સાથે NSE પર રૂ. 320 પર લિસ્ટ થયા હતા. ટ્રેડિંગના અંતે તે 12.81 ટકાના વધારા સાથે રૂ.317 પર બંધ રહ્યો હતો.

તાજેતરના બંને આઇપીઓએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. બંને આઇપીઓ પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે જેમને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Article