DISINVESTMENT : LIC અને સરકાર IDBI BANK માંથી બહાર નીકળશે , PM Modi ની કેબિનેટે આપી મંજૂરી

|

May 06, 2021 | 8:24 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ બુધવારે આઈડીબીઆઈ બેંક (IDBI BANK) લિમિટેડમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે.

DISINVESTMENT : LIC અને  સરકાર IDBI BANK માંથી બહાર નીકળશે , PM Modi ની કેબિનેટે  આપી મંજૂરી
IDBI BANK

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ બુધવારે આઈડીબીઆઈ બેંક (IDBI BANK) લિમિટેડમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટના ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે.

ફેબ્રુઆરીમાં બજેટના ભાષણ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટ વિશે વાત કરી હતી. હાલમાં IDBI બેંકનું નિયંત્રણ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા થાય છે. ભારત સરકાર પ્રમોટરની ભૂમિકામાં છે. સરકાર દ્વારા આઈડીબીઆઈ બેંકમાં કેટલો હિસ્સો વેચવામાં આવશે તે LIC નક્કી કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની સલાહ લીધા બાદ આ કામગીરી કરશે. IDBI (Industrial Development Bank of India) માં ભારત સરકારનો હિસ્સો 45.48 ટકા છે જ્યારે LICનો હિસ્સો 49.24 ટકા છે. હવે CCEA બુધવારે આ મામલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

LIC બોર્ડે ઠરાવ પસાર કર્યો
LICના બોર્ડે એક ઠરાવ પસાર કર્યો છે કે LIC ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા IDBI બેંક લિમિટેડમાંનો હિસ્સો ઘટાડી શકે છે. વળી સરકાર વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા તેનો હિસ્સો વેચી શકે છે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેંકમાં નવા ફંડ, ટેકનોલોજી અને મેનેજમેન્ટ હશે, જે આઈડીબીઆઈ બેંકના વિકાસને પણ વેગ આપશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિકાસ કાર્ય માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો ઉપયોગ થશે
સરકાર અને એલઆઈસીની મદદ વિના બેંક વધુ બિઝનેસ મેળવશે. સરકારી હિસ્સાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા આવતા નાણાંનો ઉપયોગ વિકાસલક્ષી કાર્યક્રમો માટે કરવામાં આવશે. દરમિયાન માર્ચ ક્વાર્ટરમાં બેંકને 512 કરોડનો નફો મળ્યો છે. આ ક્વાર્ટરમાં બેંકે 135 કરોડની આવક કરી છે.

Published On - 8:24 am, Thu, 6 May 21

Next Article