ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર આફત : રફ ડાયમંડ કંપની અલરોસા પર પ્રતિબંધથી સુરતના હીરાઉદ્યોગમાં નાણાભીડ ઉભી થઇ

હીરા ઉદ્યોગે(Diamond Industry ) હાલમાં પેમેન્ટ ક્રાઇસિસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનાના બેન્કિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે.

ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર આફત : રફ ડાયમંડ કંપની અલરોસા પર પ્રતિબંધથી સુરતના હીરાઉદ્યોગમાં નાણાભીડ ઉભી થઇ
ડાયમંડ ઉદ્યોગ પર આફતના અણસાર (ફાઈલ ઇમેજ )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 9:10 AM

રશિયા-યુક્રેન(Russia Ukrain War ) યુદ્ધને કારણે સુરતના હીરા(Diamond ) ઉદ્યોગ પર આવી પડેલી નાણાકીય(Financial ) ભીડથી સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લાખથી વધુ લોકો પર અસર પડશે તેથી આ મુશ્કેલીના સમયમાં ગુજરાત સરકારે યોગ્ય રસ્તો કાઢી આપવાની માગ કરવામાં આવી છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (Gems & Jewelery Export Promotion Council)ના રિજિયોનલ ચેરમેન અને હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ આંતર રાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં કાચા હીરાનો સપ્લાય ખોરંભાયો હતો. પરંતુ, એ પછી તાજેતરમાં અમેરીકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાશે.

પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉધોગપતિઓ પણ આવે છે. આમ હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે અને તેના ભાવો અસાધારણ રીતે વધી જવાની શક્યતા જોવાય રહી છે. બીજી તરફ કાચા હીરાને સમાંતર તૈયાર હીરાના ભાવો પણ આ જ કારણથી ઉચકાશે જેને લઇને સમગ્ર હીરા બજારમાં મંદીનો માહોલ પણ સર્જાવાની ભતી છે.

દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે, હીરા ઉદ્યોગે હાલમાં પેમેન્ટ ક્રાઇસિસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટા ભાગની કંપનીઓએ રશિયાની કંપનાના બેન્કિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ, કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોવાના કારણે હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારત અને રશિયા વચ્ચે રૂપિઝરૂબલમાં આર્થિક વ્યવહારો થવા જોઇએ એવી વાતો છેલ્લા પખવાડીયાથી થઇ રહી છે પરંતુ, હજુ સુધી આ દિશામાં કોઇ નક્કર નિર્ણય જાહેર થયો નથી. આથી હીરા ઉદ્યોગકારો ઇચ્છે તો પણ કાચા હીરાની ખરીદી કરી શકે તેવી સ્થિતિમાં નથી. દિનેશ નાવડિયાએ જણાવ્યું કે સુરત, સૌરાષ્ટ્રમાં વિકસેલા હીરા ઉદ્યોગમાં આવી પડેલી આ વિકટ પરિસ્થિતિને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પંદર લાખથી વધુ લોકોને સીધી યા આડકતરી રીતે અસર પહોંચે તેમ છે.

આ પરિસ્થિતિ લાંબું ચાલશે તો ગુજરાતના અર્થતંત્રને પણ વિપરીત અસર થશે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે આવી સ્થિતમાં દિનેશ નાવડીયાએ ગુજરાત સરકારને અપીલ કરી છે કે સરકારે દરમિયાનગીરી કરીને હીરા ઉધોગને ક્રાઇસીસમાંથી ઉગારવા માટે તાકીદના પગલાં ભરવા જોઇએ.

આ પણ વાંચો :India-USA : યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડને યુક્રેનમાં ભારતીય મદદની પ્રશંસા કરી, પીએમ મોદીએ કહ્યું- વાટાઘાટોથી સમસ્યાનો ઉકેલ આવશે

આ પણ વાંચો :PM તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે ઈમરાન પર કટાક્ષ કર્યો, કહ્યું- વિદેશી શક્તિઓ સાથે ષડયંત્રના પુરાવા મળશે તો હું તરત જ રાજીનામું આપીશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">