ITR 1 અને ITR 4 ફોર્મમાં શું છે તફાવત, રિટર્ન ફાઈલ કર્યા પહેલા જાણી લો આ જરૂરી વાતો

આ રિપોર્ટમાં અમે તમને ITR 1 અને ITR 4 વિશે જણાવીશું. કયા કેટેગરીના લોકો આ ફોર્મ ભરે છે અને શું છે આ ફોર્મ. ITR-1 રેસિડેન્ટ ઈન્ડીવ્યુડલ અથવા સામાન્ય લોકો માટે હોય છે, જેમની કમાણી પગારથી થાય છે, હાઉસ પ્રોપર્ટીથી થાય છે અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવકની કેટેગરીમાં આવે છે.

ITR 1 અને ITR 4 ફોર્મમાં શું છે તફાવત, રિટર્ન ફાઈલ કર્યા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:37 PM

તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરો છો? તમારી જેવી કમાણી હોય છે, તે મુજબ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવુ પડે છે. હવે તમારે નક્કી કરવુ પડશે કે કયા ફોર્મની કેટેગરીમાં તમે આવો છો. ITRના 7 પ્રકારના ફોર્મ હોય છે, જેના અલગ અલગ પેરામીટર્સ હોય છે. આ રિપોર્ટમાં અમે તમને ITR 1 અને ITR 4 વિશે જણાવીશું. કયા કેટેગરીના લોકો આ ફોર્મ ભરે છે અને શું છે આ ફોર્મ. ITR-1 રેસિડેન્ટ ઈન્ડીવ્યુડલ અથવા સામાન્ય લોકો માટે હોય છે, જેમની કમાણી પગારથી થાય છે, હાઉસ પ્રોપર્ટીથી થાય છે અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવકની કેટેગરીમાં આવે છે. આ ફોર્મ્સ વિશે વિગતવાર જાણો.

ITR-1

આ ફોર્મ તે લોકો માટે છે, જેમની કમાણી પ્રતિ વર્ષ 50 લાખ રૂપિયાથી ઓછી છે. આ કમાણી પગાર અથવા પેન્શનથી થઈ શકે છે. અન્ય સ્ત્રોતમાંથી કમાણી થઈ શકે છે અથવા એક ઘરની પ્રોપર્ટીથઈ કમાણી થઈ શકે છે. અન્ય સ્ત્રોતમાંથી કમાણીનો અર્થ છે કે લોટરી અથવા હોર્સ રેસમાં થયેલી કમાણી સામેલ છે. જો ખેતીમાંથી 5000 રૂપિયાની કમાણી થાય છે તો આ ફોર્મ ભરવું પડશે.

જે લોકો કરપાત્ર આવક મેળવે છે અથવા જેમની આવક કરના દાયરામાં આવે છે તેઓ આ ફોર્મ ભરી શકતા નથી. બિઝનેસ કે કોઈપણ વ્યવસાયથી કમાતા લોકો પણ આ ફોર્મ ભરી શકતા નથી. આ ફોર્મ તે લોકોને લાગુ પડતું નથી, જે કોઈ કંપનીના ડાયરેક્ટર હોય. જેમને અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કર્યુ હોય. કેપિટલ ગેઈન્સમાં કમાણી કરે છે, જેઓ બિઝનેસ અને વ્યવસાયથી કમાણી કરે છે અને એક કરતાં વધુ ઘરની મિલકતમાંથી આવક મેળવે છે.

ITR 4 ફોર્મ

આ ફોર્મ વ્યક્તિ વિશેષ અને એચયુએફ માટે હોય છે. પાર્ટનરશિપ ફર્મ ચલાવનારા લોકો પણ આ ફોર્મ ભરે છે. ઈન્કમ ટેક્સની કલમ 44AD અને 44AE હેઠળ આવક થાય છે તો આ ફોર્મ ભરવુ પડે છે. પગાર અથવા પેન્શનથી 50 લાખ રૂપિયાથી વધારેની કમાણી થવા પર ITR 4 ફોર્મ ભરી શકો છો.

જેમની કમાણી 50 લાખ રૂપિયાથી વધારે છે, બિઝનેસ અથવા વ્યવસાયનું ટર્નઓવર 2 કરોડથી વધારે હોય, કંપનીના ડાયરેક્ટર હોય, અનલિસ્ટેડ શેરમાં રોકાણ કર્યુ હોય, ભારતથી બહાર કોઈ એકાઉન્ટમાં સાઈનિંગ ઓથોરિટી હોય તો આ ફોર્મ ભરી શકતા નથી. જો તમે ફ્રિલાન્સર હોય અને વાર્ષિક કમાણી 50 લાખથી વધારે છે તો ફોર્મ-4 ભરી શકો છો.

આ પણ વાંચો: ‘ઓપરેશન ગંગા’ પર બની રહી છે ફિલ્મ, પોસ્ટરમાં PMની ઝલક આવી સામે

કોણ ફાઈલ કરી શકે છે ITR?

  1. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 139 (1) મુજબ માત્ર તે જ વ્યક્તિ ઈન્કમ ટેક્સ ફાઈલ કરશે, જેની વાર્ષિક આવક 2.5 લાખથી વધારે હોય છે.
  2. ભારતમાં જેટલી સરકારી અથવા ખાનગી કંપનીઓ કામ કરે છે, તે તમામના તેમની વાર્ષિક આવક મુજબ ઈન્કમ ટેક્સ ફાઈલ થાય છે.
  3. જો કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાનો બિઝનેસ કરે છે પણ જો તે ભારતનો રહેવાસી છે તો તે વ્યક્તિને ટેક્સ ફાઈલ કરવો જરૂરી છે.
  4. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ 80 વર્ષનો છે અને તે વ્યક્તિની વાર્ષિક આવક 10 લાખ અથવા તેનાથી વધારે છે તો તે વ્યક્તિને પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવી પણ જરૂરી છે.
  5. જો કોઈ પણ વ્યક્તિની ઉંમર 80 વર્ષ અને 60 વર્ષથી ઓછી છે અને જો તે વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખ અથવા તેનાથી વધારે હોય છે તો તે વ્યક્તિને પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવું પડે છે.
  6. જો કોઈ વ્યક્તિ વિદેશમાં રહે છે, પરંતુ તે વ્યક્તિની કમાણી ભારતમાંથી પણ થાય છે તો તે વ્યક્તિને પણ ટેક્સ ફાઈલ કરવો જરૂરી છે.
  7. જો કોઈ વ્યક્તિએ વિઝા માટે અરજી કરી છે તો તે વ્યક્તિએ પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવું જરૂરી છે.
  8. જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસમાં 2 લાખથી વધારેનો ખર્ચ કરે છે તો તે વ્યક્તિને પણ આઈટીઆર ફાઈલ કરવું પડશે.

Published On - 6:34 pm, Mon, 30 January 23