DHFL : દેવા ના સંકટ સામે ઝઝૂમી રહેલી DHFL માટે બેંકોએ પિરામલની ઓફરની તરફેણમાં મત આપ્યા

|

Jan 16, 2021 | 11:30 AM

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) માટે પીરામલ ગ્રુપને પ્રિફર્ડ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર આ નિર્ણય 15 જાન્યુઆરીએ લેણદારોની સમિતિ (COC) ના મતદાન બાદ લેવામાં આવ્યો છે.

DHFL : દેવા ના સંકટ સામે ઝઝૂમી રહેલી DHFL માટે બેંકોએ પિરામલની ઓફરની તરફેણમાં મત આપ્યા

Follow us on

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL) માટે પીરામલ ગ્રુપને પ્રિફર્ડ બિડર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જાણકારો અનુસાર આ નિર્ણય 15 જાન્યુઆરીએ લેણદારોની સમિતિ (COC) ના મતદાન બાદ લેવામાં આવ્યો છે.  COC નો મત પીરામલની તરફેણમાં છે. પીરામલને 94 ટકાથી વધુ મતો મળ્યા છે. રિઝોલ્યુશન પ્લાન પસાર કરવા માટે ઓછામાં ઓછા 66 ટકા મત આવશ્યક છે. ઓકટ્રી(Oaktree)ની ઠરાવ યોજનામાં માત્ર 45 ટકા મતો મળ્યા હતા.

ઓકટ્રીએ DHFL માટે 38,400 કરોડની બોલી લગાવી હતી. જ્યારે પીરામલ ગ્રુપે 37,250 કરોડની બોલી લગાવી હતી. ઓછી બોલી રકમ હોવા છતાં પિરામલ ગ્રુપની રીઝોલ્યુશન યોજનાની વિશેષતા એ હતી કે તે અપફ્રન્ટ કેશ આપી રહી છે. બેંકોને પિરામલ ગ્રુપની યોજના વધુ સારી લાગી છે. પીરામલ ગ્રૂપની ઓફર લગભગ 43 ટકા ડીએચએફએલ લેણદારોની બાકી રકમ ભરપાઈ કરશે.

પીરામલ ગ્રુપ એક સ્થાનિક કંપની છે જેના કારણે ડીએચએફએલના લેણદારોને તે ગમ્યું છે. બેઠકમાં 6.5 ટકા મત ધરાવતા લેણદારો હાજર ન હતા. ક્રેડિટર્સ કમિટીની આજે મળેલી બેઠકમાં DHFL.ના ચાર ઠરાવ યોજનાઓ પર મતદાન યોજાયું હતું. આવતા સપ્તાહે આ મામલે ઔપચારિક બેઠક યોજાશે અને પીરામલ ગ્રુપને ઉદ્દેશી પત્ર આપવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેવી રીતે DHFL કંપની નાદાર થઈ
2018 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ (IL&FS) ના પતન પછી ડીએચએફએલને મોટી રોકડની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો, જેમાંથી કંપની કદી રેકવર્ડ થઈ નથી. મુશ્કેલી એ હતી કે કંપનીના પ્રમોટર વધવન પર વિવિધ આર્થિક ગડબડી કરવાનો આરોપ મૂકાયો હતો અને તપાસ શરૂ થઈ હતી. ડિસેમ્બર 2019 માં, DHFL ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં જવાની ફરજ પડી હતી.

DHFL એ  બેંકોની કુલ રૂ 91,000 કરોડ ચૂકવવાના છે. કંપની પર સૌથી મોટી લોન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની છે. એસબીઆઈની કંપની પર 10,000 કરોડ રૂપિયાની લોન છે. આ સિવાય બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, એનએચબી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક અને બેંક ઓફ બરોડાએ પણ ડીએચએફએલને લોન આપી છે.

Next Article