દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સારો કારોબાર થયાના સંકેત, રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૪૮૦ કરોડ જીએસટી કલેક્શન થયું

|

Oct 03, 2020 | 5:37 PM

નાણાંકીય વર્ષ ૨૦૨૦ શરૂઆત થી જ મંદીનાં ઘેરામાં રહ્યું છે. લોકડાઉનમાં ઠપ્પ રહેલા કારોબાર અને અનલોક છતાં કોરોનાના યથાવત ભયના કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઈ છે પણ સપ્ટેમ્બરથી સ્થિતિમા સારો સુધારો આવ્યો હોવાના આંકડા મળી રહ્યા છે. જીએસટી ક્લેક્શન સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. ૧ એપ્રિલથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કોઈ એક મહિનામાં […]

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સારો કારોબાર થયાના સંકેત, રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૪૮૦ કરોડ જીએસટી કલેક્શન થયું

Follow us on

નાણાંકીય વર્ષ ૨૦૨૦ શરૂઆત થી જ મંદીનાં ઘેરામાં રહ્યું છે. લોકડાઉનમાં ઠપ્પ રહેલા કારોબાર અને અનલોક છતાં કોરોનાના યથાવત ભયના કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઈ છે પણ સપ્ટેમ્બરથી સ્થિતિમા સારો સુધારો આવ્યો હોવાના આંકડા મળી રહ્યા છે. જીએસટી ક્લેક્શન સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. ૧ એપ્રિલથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કોઈ એક મહિનામાં સૌથી વધારે થયેલું જીએસટી કલેક્શન છે. સારી બાબત એ રહી છે કે સપ્ટેમ્બર 2020નું જીએસટી કલેક્શન સપ્ટેમ્બર ૨૦૧૯ ની સરખામણીએ 4 ટકા વધારે નોંધાયું છે.

સપ્ટેમ્બર ૨૦૧૯ સાથેની સરખામણીમાં સપ્ટેમ્બર 2020માં માલની આયાત 102 ટકા અને ઘરેલૂ લેણદેણથી જીએસટી કલેક્શન 105 ટકા રહ્યું છે. સપ્ટેમ્બર 2020ના મહિનામાં જીએસટીની કુલ આવક 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. કેન્દ્રીય જીએસટી 17,741 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી 23,131 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 47, 484 કરોડ રૂપિયા  અને સેસ 7,124 કરોડ રૂપિયા મળ્યો છે.આ પહેલા ચાલું નાણાકીય વર્ષ દરમિયાન જીએસટીથી પ્રાપ્ત મહેસૂલ એપ્રિલમાં 32,172 કરોડ રૂપિયા, મે મહિનામાં 62,151 કરોડ રૂપિયા, જૂનમાં 90,917 કરોડ રૂપિયા, જુલાઈમાં 87,422 કરોડ રૂપિયા અને ઑગષ્ટમાં 86,151 કરોડ રૂપિયા રહ્યું હતુ. સતત વધતું જીએસટી કલેક્શ જોતા કહી શકાય કે અર્થતંત્ર ફરી પાટા ઉપર ચડી રહ્યું છે.નાણાકીય વર્ષ ૨૦૨૦નું જીએસટી કલેક્શ (કરોડમાં)
એપ્રિલ     32,172
મે             62,151
જૂન          90,917
જુલાઈ      87,422
ઑગષ્ટ      86,151
સપ્ટેમ્બર  95,480

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Next Article