ડાંગરની વાવણી કરનારા ખેડૂતોની દયનિય સ્થિતિ, છેલ્લા તબક્કાના ભારે વરસાદના કારણે ઉત્પાદનમાં 30 ટકા ઘટાડો અને ખર્ચ બમણો

ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી કરતા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના ખેડૂત ઉત્પાદનમાં મળેલા ઘટાડાને લઈ ચિંતિત છે. ડાંગરને આમ તો સારો વરસાદ અને પાણીની જરૂર પડે છે, પરંતુ છેલ્લા વરસાદ બાદ ખેતરોમાં સતત ભરાઈ રહેલા પાણીના કારણે ડાંગરનું ઉત્પાદન 30 ટકા સુધી ઓછું મળ્યું હોવાનો ખેડૂતો દર્દ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો અનુસાર પ્રતિ એકર 80  […]

ડાંગરની વાવણી કરનારા ખેડૂતોની દયનિય સ્થિતિ, છેલ્લા તબક્કાના ભારે વરસાદના કારણે ઉત્પાદનમાં 30 ટકા ઘટાડો અને ખર્ચ બમણો
| Edited By: | Updated on: Oct 17, 2020 | 9:56 PM

ડાંગરની મોટા પ્રમાણમાં ખેતી કરતા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના ખેડૂત ઉત્પાદનમાં મળેલા ઘટાડાને લઈ ચિંતિત છે. ડાંગરને આમ તો સારો વરસાદ અને પાણીની જરૂર પડે છે, પરંતુ છેલ્લા વરસાદ બાદ ખેતરોમાં સતત ભરાઈ રહેલા પાણીના કારણે ડાંગરનું ઉત્પાદન 30 ટકા સુધી ઓછું મળ્યું હોવાનો ખેડૂતો દર્દ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો અનુસાર પ્રતિ એકર 80  મણ સામે માત્ર 50 થી 60 મણ ઉતારો મળી રહ્યો છે તો સામે ખર્ચ હાર્વેસ્ટિંગનો ખર્ચ 2,000થી વધીને 4,800 રૂપિયા થતાં બેવડો માર પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં ખેડૂતોએ મોટાપાયે ડાંગરનું વેવતર કર્યું હતું. ચાલુ સિઝનમાં સારા વરસાદને જોતાં ડાંગરની સારી ઉપજ મળે તેવી આશા બંધાઈ હતી. ચોમાસુ બે તબક્કામાં સારું રહ્યું પરંતુ છેલ્લા તબક્કામાં મેઘરાજાએ ન વિરામ લીધી કે ન સમયસર વિદાય લીધી જેની અસર સીધી ઉપજ ઉપર પડી હતી. વરસાદ વિદાય લેવાની ધારણાઓ વચ્ચે વરસાદે છેલ્લી ઈનિંગ ધમાકેદાર રમી નાખી હતી. અંકલેશ્વર પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં લણણી નજીકના સમયમાં ડાંગરના પાકને નુકશાન થયું હતું. અંકલેશ્વરમાં ચોમાસુ ખેતીમાં શેરડી અને કપાસ બાદ ત્રીજા ક્રમે ડાંગરની ખેતી થાય છે. જૂન મહિનામાં વાવેતર બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ખેડૂત ઉપજ લેતા હોય છે. વરસાદી પાણીનો નિકાલ ન થવાથી લણણી મોડી કરવી પડી છે. ખેડૂતોએ અન્ય જિલ્લામાંથી ઊંચા ભાવે મશીનો મંગાવી ડાંગર હાર્વેસ્ટિંગ કરવું પડે છે. ડાંગરના ઉત્પાદનમાં  ઘટાડો થયો હોવાની ખેડૂતો જણાવી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડાંગરના ખેડૂત નિલેશ પટેલના જણાવ્યા અનુસાર સામાન્ય મશીનોથી હાર્વેસ્ટિંગ મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે મોંઘા અને વિશેષ મશીનની મદદ લેવી પડે છે. ઓછા ઉત્પાદન અને વધુ ખર્ચ પડતા ઉપર પાટુ મારે છે. ખેતી નિષ્ણાંત દિપક પટેલનું આ મામલે માનવું છે કે છેલ્લા તબક્કાના વરસાદ પહેલા સુધી સ્થિતિ ખુબ સારી હતી. પરંતુ 5 ઈંચ સુધી છેલ્લા તબક્કામાં ખાબકેલો વરસાદ નુકશાની કરી ગયો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો