દેશની બે ખાનગી બેંકોએ પરિણામ જાહેર કર્યા, 50% સુધી નફામાં વૃદ્ધિ નોંધાઈ, વાંચો વિગતવાર

|

Jul 23, 2022 | 8:01 PM

બેંકના જણાવ્યા અનુસાર, નવા બોર્ડે પ્રશાંત કુમારને ત્રણ વર્ષના સમયગાળા માટે નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે.

દેશની બે ખાનગી બેંકોએ પરિણામ જાહેર કર્યા, 50% સુધી નફામાં વૃદ્ધિ નોંધાઈ, વાંચો વિગતવાર
ઓગસ્ટ મહિનામાં બેંકો કુલ 17 દિવસ માટે બંધ રહેશે. ઓગસ્ટ મહિનામાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો આવવાના છે. યાદી તપાસી અગાઉથી કામનું પ્લાન કરી લેવું જોઈએ

Follow us on

રિકવર ન થઇ શકે તેવી લોનમાં ઘટાડો અને આવકમાં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રની યસ બેન્ક(Yes Bank)નો ચોખ્ખો નફો 50 ટકા વધીને રૂ. 311 કરોડ થયો છે. બેંકે શનિવારે સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં કહ્યું છે કે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 207 કરોડ રૂપિયા હતો. એપ્રિલ-જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ આવક વધીને 5,916 કરોડ રૂપિયા થઈ ગઈ છે જ્યારે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂ. 5,394 કરોડ હતો. બીજી તરફ દેશની સૌથી મોટી ખાનગી બેંકમાંથી એક ICICI બેંકે પણ આજે તેનું પરિણામ જાહેર કર્યું છે. ICICI બેન્કનો 30 જૂન, 2022 (Q1FY23) ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 49.59% વધીને ₹6,904.94 કરોડ થયો હતો

યસ બેંકના નફામાં વધારો થવાનું કારણ શું છે?

બેંકના નફામાં વધારો થવાનું મુખ્ય કારણ ફસાયેલા ઋણમાં  ઘટાડો  છે. નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) અને તેના ગ્રોસ ડેટનો રેશિયો ઘટીને 13.45 ટકા થયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ ગુણોત્તર 15.60 ટકા હતો. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં નેટ એનપીએ (NPA) રેશિયો પણ 5.78 ટકાથી ઘટીને 4.17 ટકા પર આવી ગયો છે.

બેડ લોન અને અન્ય આકસ્મિક પરિસ્થિતિઓ માટે નાણાકીય જોગવાઈની જરૂરિયાત પણ સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં ઘટીને રૂ. 175 કરોડ થઈ ગઈ છે. એપ્રિલ-જૂન 2021 ક્વાર્ટરમાં તે રૂ. 457 કરોડ હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યસ બેંકે કહ્યું કે તેના વૈકલ્પિક બોર્ડની રચના સાથે પુનર્ગઠન યોજના પણ 15 જુલાઈથી અમલમાં આવી ગઈ છે. જોકે, તેને શેરધારકોની મંજૂરી મળવાની બાકી છે.

નવા મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક

બેંકના જણાવ્યા અનુસાર, નવા બોર્ડે પ્રશાંત કુમારને ત્રણ વર્ષના સમયગાળા માટે નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, બેંકે લગભગ રૂ. 48,000 કરોડની સ્ટ્રેસ્ડ એસેટ્સના વેચાણના હેતુ માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની બનાવવા માટે JC ફ્લાવર્સ સાથે બંધનકર્તા કરાર કરવા વિશે સ્ટોક એક્સચેન્જોને પણ જાણ કરી છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રની ICICI બેંકનો ચોખ્ખો નફો 50 ટકા વધીને 6,905 કરોડ રૂપિયા થઈ ગયો છે. દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંકે શનિવારે શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 4,616 કરોડ રૂપિયા હતો.

Q1 માં ICICI બેન્કનો નફો 50% વધ્યો

દેશની સૌથી મોટી ખાનગી બેંકમાંથી એક ICICI બેંકે પણ આજે તેનું પરિણામ જાહેર કર્યું છે. ICICI બેન્કનો 30 જૂન, 2022 (Q1FY23) ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 49.59% વધીને ₹6,904.94 કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹4,616.02 કરોડ હતો. જો કે, તે અગાઉના ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ₹7,018.71 કરોડથી 1.62% ઘટી ગયો છે.

Published On - 8:00 pm, Sat, 23 July 22

Next Article