કોરોનાએ સુરતમાં લગાવી વાહનોની ખરીદી પર બ્રેક
વિશ્વભરમાં સંક્રમણ ફેલાવી ચૂકેલા કોરોનાની અસર ભારતના વિવિધ બજારોમાં જોવા મળી રહી છે. સુરતમાં કોરોનાની વ્યાપક અસર જોવા મળે છે. ખાસ કરીને વાહન બજારમાં તેની તીવ્ર અસર જોવા મળે છે. ચાલુ વર્ષે સુરત આરટીઓમાં 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધીમાં 13,516 વાહનોની નોંધણી થઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 70,042 વાહનોની નોંધણી થઈ હતી. […]

વિશ્વભરમાં સંક્રમણ ફેલાવી ચૂકેલા કોરોનાની અસર ભારતના વિવિધ બજારોમાં જોવા મળી રહી છે. સુરતમાં કોરોનાની વ્યાપક અસર જોવા મળે છે. ખાસ કરીને વાહન બજારમાં તેની તીવ્ર અસર જોવા મળે છે. ચાલુ વર્ષે સુરત આરટીઓમાં 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધીમાં 13,516 વાહનોની નોંધણી થઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 70,042 વાહનોની નોંધણી થઈ હતી.

લોકડાઉન દરમ્યાન દેશમાં લોકોના વેપાર ધંધા બંધ હોવાના કારણે વાહનોની ખરીદી થઈ શકી નહોતી. જોકે અનલોક થયા પછી પણ ધંધો રોજગાર હજી પૂર્વવત થઇ શક્યા નથી. પાંચ મહિનામાં નવી એકપણ પેસેન્જર બસ કે સ્કૂલ બસની નોંધણી થઈ નથી. આ વર્ષે પાંચ મહિનામાં 16 એમ્બ્યુલન્સની નોંધણી થઈ છે. ગત વર્ષે આ સમય દરમ્યાન 14 એમ્બ્યુલન્સની નોંધણી થઈ હતી.

આંકડા પ્રમાણે નજર કરીએ તો
ટુ વ્હીલર 2019–55,733 2020–9811
રીક્ષા 2019–1296 2020–54
જીપ 2019–385 2020–54
કાર 2019–8633 2020–2878
બસ 2019–187 2020–00
ટ્રક 2019–206 2020–00
એમ્બ્યુલન્સ 2019–14 2020–16
