કોરોનાકાળમાં વ્હાઈટ અને બ્લુ કોલર જોબમાં ઘટાડો પણ CAની માંગમાં 37 ટકાનો વધારો થયો

|

Oct 04, 2020 | 4:15 PM

કોરોના મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટના કારણે વ્હાઈટ કોલર જોબ કરનારા લોકોની રોજગારી ખતરામાં પડી રહી છે. સામાન્ય જોબમાં છટણીથી લઈ કપટ પગાર સુધીની સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે પણ ચાલુ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની માંગમાં ખુબ વધારો થયો છે. 2019ની સરખામણીએ ચાલુ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પ્લેસમેન્ટમાં 37 ટકાનો વધારો થયો છે. માત્ર પ્લેસમેન્ટના આંકડા તો […]

કોરોનાકાળમાં વ્હાઈટ અને બ્લુ કોલર જોબમાં ઘટાડો પણ CAની માંગમાં 37 ટકાનો વધારો થયો

Follow us on

કોરોના મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટના કારણે વ્હાઈટ કોલર જોબ કરનારા લોકોની રોજગારી ખતરામાં પડી રહી છે. સામાન્ય જોબમાં છટણીથી લઈ કપટ પગાર સુધીની સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે પણ ચાલુ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની માંગમાં ખુબ વધારો થયો છે. 2019ની સરખામણીએ ચાલુ વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પ્લેસમેન્ટમાં 37 ટકાનો વધારો થયો છે. માત્ર પ્લેસમેન્ટના આંકડા તો ઠીક પણ અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની માંગમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. ફ્રેશ CA પ્રોફેશનલ્સને સરેરાશ 8.91 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરાઈ રહ્યું છે. ICAIના અનુસાર કોરોનાકાળમાં નવા અને અનુભવી બંને તબક્કાની કુશળતા ધરાવતા  CAની માંગ વધી છે. ICAIનું કેમ્પસ પ્લેસમેન્ટ વધ્યું છે. ચાલુ વર્ષે અગાઉના વર્ષ 2019 કરતા 37 ટકા વધુ જોબ ઑફર મળી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવા CAને 8.91 લાખ રૂપિયા વાર્ષિક એવરેજ પેકેજ મળ્યું છે. અનુભવી CAની માંગમાં તો આ વર્ષે 4 ગણો વધારો થયો છે. મેનેજમેન્ટ, આઈટી જેવા સેક્ટરમાં નોકરીઓની ભારે અછત છે. વ્હાઈટ કોલર જોબ્સની ડિમાન્ડમાં મોટો ઘટાડો આવવાથી સરેરાશ આવક અને બજારની માંગ ઉપર પણ મોટી અસર પડી છે. આ વર્ષે બ્લુ કૉલર જૉબ્સના તકો ઘટી છે.  Blue Collar Employee Management ઈન્સ્ટિટ્યૂટ  Betterplaceની રિપોર્ટ અનુસાર બ્લુ કૉલર જૉબ્સમાં ઘટાડો થયો છે. મેનેજમેન્ટ અને આઈટી સેક્ટરમાં નોકરીઓ ઓછી મળી રહી છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે  બ્લુ કૉલર જોબ્સમાં 30 ટકા ઘટાડો થવાની સંભાવના છે. કોવિડ સંકટમાં 10 લાખથી વધારે લોકોએ નોકરી ગુમાવી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:14 pm, Sun, 4 October 20

Next Article