કોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

કોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

કોરોના કાળમાં લાગુ કરેલ લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અનલોક બાદ સ્થિતિ ધીમેધીમે સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. લોકડાઉન દરમ્યાન  વેપાર રોજગાર ઠપ્પ રહેવાના કારણે ઈંધણનો વપરાશમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઘટાડા બાદ સપ્ટેમ્બરના પહેલાં પખવાડિયામાં માંગ વધી છે.

સરકારી વિગતો અનુસાર સપ્ટેમ્બરના પહેલાં 15 દિવસોમાં પેટ્રોલનો વપરાશ ગત વર્ષના હાલના સમયગાળાની સરખામણીએ સમાન જ્યારે ડીઝલનું વેચાણ પણ લોકડાઉનની સરખામણીએ સુધર્યું છે. લોકો ઘરે રહ્યાતો રાંધણ ગેસનો ઉપયોગ વધ્યો છે. એલપીજીના વેચાણમાં સતત વધારોજોવા મળી રહ્યો છે. ઓગસ્ટથી ગેસનું વેચાણ 13 ટકા સુધી વધ્યું છે.

ઓગસ્ટમાં કારના વેચાણમાં 14 ટકા અને ટુ વ્હીલરના વેચાણમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકડાઉન બાદથી લોકો દ્વારા પોતાના ઘરોથી બહાર નીકળવા અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરવાથી પેટ્રોલના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Published On - 5:19 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati