AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકોને સપ્તાહમાં બે દિવસ બંધ રાખવા વિચારણા, કામકાજના દિવસોમાં સમયમાં વધારો થશે

ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે વાતચીત ચાલી રહી છે.જો સરકાર શનિવારની રજાની માંગણી સ્વીકારે છે તો બેંક કર્મચારીઓએ અઠવાડિયાના બાકીના પાંચ દિવસ વધુ કામ કરવું પડશે.

બેંકોને સપ્તાહમાં બે દિવસ બંધ રાખવા વિચારણા, કામકાજના દિવસોમાં સમયમાં વધારો થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 4:06 PM
Share

જો તમારે કામકાજ માટે નિયમિત બેંકમાં જવાની જરૂર ઉભી થાય છે અથવા તમે બેંક ના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ટૂંક સમયમાં બેંક કર્મચારીઓને પણ અઠવાડિયામાં બે દિવસની રજા મળી શકે છે.એક અખબારી અહેવાલ મુજબ ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે વાતચીત ચાલી રહી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ નિર્ણય લેવાય છે તો બાકીના દિવસોમાં કર્મચારીઓના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો થઈ શકે છે.

હવે બેંકોમાં માત્ર 5 કામકાજના દિવસો રહેશે

તમને જણાવી દઈએ કે આ મામલે IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે સમજૂતી થઈ છે. આ બાબતે એક મીડિયા સાથે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી એસ નાગરાજને કહ્યું કે જો બેંકોમાં પાંચ દિવસના કામકાજનો નિયમ લાગુ કરવો હોય તો તેના માટે સરકાર કલમ ​​25 હેઠળ નોટિફિકેશન બહાર પાડશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જણાવી દઈએ કે હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા છે.

બાકીના દિવસના કામકાજના કલાકો વધારવામાં આવશે

એસ નાગરાજને વધુમાં કહ્યું કે જો સરકાર શનિવારની રજાની માંગણી સ્વીકારે છે તો બેંક કર્મચારીઓએ અઠવાડિયાના બાકીના પાંચ દિવસ વધુ કામ કરવું પડશે. આવી સ્થિતિમાં બેંક કર્મચારીઓએ સોમવારથી શનિવાર સુધી સવારે 9.45 થી 5.30 સુધી કામ કરવું પડશે. આવી સ્થિતિમાં કામમાં દરરોજ 40 મિનિટનો વધારો થશે. જણાવી દઈએ કે હાલમાં બેંકો પહેલા અને ત્રીજા શનિવારે કામ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ગ્રાહકો વચ્ચે બેંકની રજાઓને લઈને ઘણી મૂંઝવણમાં હોય છે. તમને જણાવી દઈએ કે બેંક યુનિયન લાંબા સમયથી 5 વર્કિંગ ડેની માંગ કરી રહ્યા છે. સરકારે ભારતીય જીવન વીમા નિગમમાં 5 કામકાજના દિવસોનો નિયમ અમલમાં મૂક્યો ત્યારથી આ માંગે જોર પકડ્યું હતું.

માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે

નવો મહિનો શરૂ થયો છે. આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. રાજ્યના મહત્વના તહેવારો અને જસંતીને અનુલક્ષીને બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. હોળી, નવરાત્રી, રામ નવમીના કારણે આ મહિને ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">