Omicron વેરીઅન્ટ આવ્યા બાદ દુનિયાભરની કંપનીઓમાં ડર, કર્મચારીઓને ઓફિસમાં પરત લાવવાની યોજના પર થઈ રહ્યો છે પુન:વિચાર

|

Dec 03, 2021 | 11:56 PM

કંપનીના અધિકારીઓ તેમના કર્મચારીઓ માટે અલગ-અલગ કાયમી વર્ક મોડલ પર વિચાર કરી રહ્યા છે. કોરોના વાઈરસ મહામારીના ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાના કારણે તેમના કર્મચારીઓને ઓફિસ પર પાછા લાવવાની તેમની યોજનાઓને ફટકો પડ્યો છે.

Omicron વેરીઅન્ટ આવ્યા બાદ દુનિયાભરની કંપનીઓમાં ડર, કર્મચારીઓને ઓફિસમાં પરત લાવવાની યોજના પર થઈ રહ્યો છે પુન:વિચાર
File Image

Follow us on

કંપનીના અધિકારીઓ તેમના કર્મચારીઓ માટે અલગ-અલગ કાયમી વર્ક મોડલ પર વિચાર કરી રહ્યા છે. કોરોના વાઈરસ મહામારી (coronavirus pandemic)ના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron variant) ફેલાવાના કારણે તેમના કર્મચારીઓને ઓફિસ પર પાછા લાવવાની તેમની યોજનાઓને ફટકો પડ્યો છે. આ વેરિઅન્ટ નવો છે. તેથી કંપનીઓને તે સમજવામાં મુશ્કેલી પડી રહી છે કે આનાથી તેમના કામકાજ અને નફા પર કેવી અસર થશે.

 

મોટાભાગના લોકોએ આની રાહ જોવાનું અને નિર્ણય લેવાનું વિચાર્યું છે. કારણ કે આ વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે અને તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે તે અંગે તેમને સ્પષ્ટ ચિત્ર મળ્યું નથી. જો કે, આલ્ફાબેટ ઈન્કને ગૂગલે તેની અનિશ્ચિત સમય માટે વિશ્વવ્યાપી ઓફિસોમાં પાછું લાવવાની યોજના  મુલતવી રાખી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

કંપનીઓ વર્કિંગ મોડલ પર પુન:વિચાર કરી રહી છે

એક અહેવાલ અનુસાર લક્ઝરી ટોઈલેટ કંપની લિક્સિલ કોર્પના ચીફ પીપલ ઓફિસર જિન મોન્ટેસનોએ જણાવ્યું હતું કે કંપનીએ જાપાનના કડક કાર્ય માળખામાંથી પીછેહઠ કરી છે. તેણે મુખ્ય કામકાજના કલાકો છોડી દીધા છે અને હવે ઓફિસ કેવી હોવી જોઈએ તે અંગે ફરીથી વિચાર કરી રહી છે.

 

રિપોર્ટ અનુસાર મોન્ટેસાનોએ કામના ભવિષ્ય પર એક પેનલ ચર્ચા દરમિયાન કહ્યું કે કામ કરવાની જગ્યા જેવી કોઈ વસ્તુ નથી. તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં કામ કરવાની જગ્યા હોય છે. તેમણે કહ્યું કે અમારે કાર્યાલય પર પુન:વિચાર કરવાની જરૂર છે. આ અઠવાડિયે ઘણા દેશોએ પ્રતિબંધ લાદ્યો છે અથવા મુસાફરી પર વધુ કડક પરીક્ષણ નિયમો લાગુ કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

 

 

ફિલિપ મોરિસના સીઈઓ જેસેક ઓલ્ઝાકે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ વિચારે છે કે વસ્તુઓ સામાન્ય થઈ રહી છે, પરંતુ તે સામાન્ય નથી. હવે બધા બદલાઈ ગયા છે. બેનિફિટ કન્સલ્ટિંગ કંપની Aon Plcના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નીલ મિલ્સે જણાવ્યું હતું કે તેમની ટીમ નવા વિકલ્પો પર વિચાર કરવા માટે આ અઠવાડિયે ગ્રાહકો સાથે બેઠક કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ એ હકીકત પર ધ્યાન આપી રહ્યા છે કે તેમણે તેમના દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમને જોવાનું છે કે, જાન્યુઆરીમાં કર્મચારીઓને ઓફિસમાં પાછા લાવીને તેઓ કયા સ્તરનું જોખમ લઈ રહ્યા છે.

 

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ

Next Article