Commodity Market Today : રિકવરી મોડમાં ક્રૂડ, 1 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમત 3.50% વધી, જાણો શું છે વધારાનું કારણ
Commodity Market : ચીનમાં તેલ ઉત્પાદનોના વેચાણમાં વધારો, ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ અને યુએસના સારા રિટેલ આંકડાઓ ક્રૂડના ભાવમાં વધારાના કારણો છે.
Curde Oil: 1 દિવસમાં ક્રુડ ઓઇલ કિંમતમાં 3.50 ટકાનો વધારો થયો છે. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 76 ડોલરની નજીક પહોંચી ગયું હતું. WTI ગઈકાલે $71 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો હતો. ગઈ કાલે એમસીએક્સ ક્રૂડ રૂ.5800ને પાર કરી ગયું હતું. ડૉલર ઇન્ડેક્સ $103ની નીચે છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ચીનમાં ઓઈલ રિફાઈનિંગમાં વધારો થયો છે, જેની અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ જોવા મળી રહી છે. ચીનમાં તેલ ઉત્પાદનોના વેચાણમાં વધારો, ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ અને યુએસના સારા રિટેલ આંકડાઓ ક્રૂડના ભાવમાં વધારાના કારણો છે.
બજાર માની રહ્યું છે કે યુએસ ફેડ જુલાઈમાં વ્યાજદરમાં 0.25% વધારો કરી શકે છે. દરમિયાન ચીનમાં છૂટક વેચાણ એક વર્ષની ટોચે પહોંચી ગયું છે. મે મહિનામાં છૂટક વેચાણ 12.7% વધ્યું છે. આમાં સૌથી મોટો ફાળો તેલ ઉત્પાદનોના વેચાણનો હતો. મે મહિનામાં ચીનમાં તેલ ઉત્પાદનોનું વેચાણ 4.1% હતું. કપડાંનું વેચાણ 17.6% વધ્યું.
Commodity Market Today : સરકારે ગૃહિણીના બજેટનો રાખ્યો ખ્યાલ, ખાદ્યતેલ સસ્તું થશે
હવે બજારની નજર જુલાઈમાં યોજાનારી ચીનની સ્ટેટ કાઉન્સિલ અને પોલિટબ્યુરોની બેઠક પર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત કોમ્યુનિસ્ટ પાર્ટીના મોટા નેતાઓ છેલ્લા 6 મહિનામાં ચીનના વિકાસનું મૂલ્યાંકન કરશે.
સોના અને ચાંદીમાં વધારો
સતત 4 દિવસ સુધી ઘટાડા બાદ આજે સોનામાં તેજી ચાલુ રહી હતી. સોનાની કિંમત 59,492 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. સોનાના ભાવમાં રૂ.558નો વધારો થયો છે. ચાંદીનો ભાવ રૂ. 1,208 વધીને રૂ. 72,284 પર ટ્રેડ કરી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત $1,950ને પાર કરી ગઈ છે, જ્યારે ચાંદી ફરી એકવાર $24ની નજીક પહોંચી ગઈ છે.
પતંજલિ પામ ઓઇલ મામલે આત્મનિર્ભર બનશે
પતંજલિ હવે પામ તેલનું ઉત્પાદન પોતે કરશે. બાબા રામદેવે પોતે આની જાહેરાત કરી છે. ગુરુવારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું છે કે પતંજલિ હવે ખુદ પામ ઓઈલનું ઉત્પાદન કરશે. તેની ખેતી માટે ખેડૂતોને પતંજલિ સાથે જોડવામાં આવશે. બાબા રામદેવની વાત માનીએ તો અત્યાર સુધીમાં પામ ઓઈલની ખેતી કરતા 40 હજાર ખેડૂતો પતંજલિ સાથે જોડાયા છે. આવનારા સમયમાં તેમની સંખ્યા વધારીને 5 લાખ કરવાની છે. આવી સ્થિતિમાં પતંજલિમાં પામ ઓઈલનું ઉત્પાદન શરૂ કરવાથી 5 લાખ ખેડૂતોને સીધી રોજગારી મળશે.