Commodity Market Today : લાલચોળ ટામેટાં પછી મરચાની તીખાશમાં વધારો, શાકભાજીના ભાવ આસમાનને આંબ્યાં
Commodity Market Today : હાલના દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. તેઓ એક કિલો ટામેટાં(Tomato Price) જનતાને 100 થી 150 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે આજકાલ ટામેટા ગ્રાહકોને લાલ આંખ દેખાડી રહ્યા છે.
Commodity Market Today : હાલના દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. તેઓ એક કિલો ટામેટાં(Tomato Price) જનતાને 100 થી 150 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે આજકાલ ટામેટા ગ્રાહકોને લાલ આંખ દેખાડી રહ્યા છે. થોડા દિવસો પહેલા જે ટામેટાં માત્ર 10 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતાં હતા હવે તેના માટે 100 રૂપિયાથી વધુ ચૂકવવા પડી રહ્યા છે. કમોસમી વરસાદે વાતાવરણ તો ખુશનુમા બનાવ્યુ છે પરંતુ લોકોના થાળીનું બજેટ ખોરવી નાખ્યું છે. લોકોની થાળીમાંથી ટામેટાં પછી ડુંગળી , આદુ અને હવે મરચા દિવસેને દિવસે એક પછી એક ગાયબ થઈ રહ્યાં છે. હવે મરચાંના ભાવમાં પણ તીખાશ વધી છે. ટામેટાના ભાવ 100ને પાર કર્યા બાદ હવે બજારમાં મરચાનો ભાવ પણ 300-400 રૂપિયાને પાર જઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લીલા મરચાની કિંમત તો 350થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોનું માનીએ તો વરસાદ દરમિયાન ચોમાસાની ઋતુમાં ભાવ વધુ વધી શકે છે.
હવે પ્રશ્ન એ ઉઠે છે કે અચાનક શું થયું? કે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં તેની કિંમત આટલી વધી ગઈ છે. આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે. આથી જનતાના આ સવાલનો જવાબ જાણવા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં તપાસ કરવામાં આવી ત્યારે ચોમાસાની અસર, ઓછું ઉત્પાદન અને સપ્લાયમાં કમી જેવા કારણો સામે આવ્યા હતા.
ટામેટા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ હિસ્સો
તમને જણાવી દઈએ કે ટામેટા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લોકો તેનો ઉપયોગ સલાડ અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે કરે છે. ટામેટા એક એવું શાક છે જેને દરેક ખરીદે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાના ભાવ જે રીતે વધી રહ્યા છે. જેના કારણે લોકોના બજેટને પણ ઘણી અસર થઈ રહી છે. પરંતુ જ્યારે તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાનું શરૂ થશે ત્યારે તેની કિંમતમાં ઘટાડો થશે. તે જ સમયે, મંડીમાં ટામેટાં ખરીદવા આવેલા એસઆર સિંહે કહ્યું કે અછતને કારણે તે આટલા ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. તેણે કહ્યું કે બજારમાં તે 120 થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે તેથી તે તેને બજારમાંથી ખરીદે છે અને લઈ જાય છે.