Commodity Market : 1 મહિનામાં Crude Oil ની કિંમતમાં 11% નો ઘટાડો થયો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

Commodity Market : 1 મહિનામાં Crude Oil ની કિંમતમાં 11% નો ઘટાડો થયો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 7:35 AM

Commodity Market : માંગમાં ઘટાડાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઇલ(Crude Oil)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. કાળું સોનુ 4 સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયું છે. માત્ર બે સત્રોમાંજ કાચા તેલની કિંમતોમાં  6% થી વધુનો ઘટાડો નોંધાયો છે. માસિક ધોરણે ભાવ ઉપર નજર કરવામાં આવે તો તેમાં  11% થી વધુનો ઘટાડો નોંધાયો છે. ચીનનો નબળો આર્થિક ડેટા મંદ માંગ અંગે ચિંતા જન્માવે છે. આ ઉપરાંત OPEC+ દેશોની મીટિંગ પહેલા ઉત્પાદન ઉપર કાપ અને પણ મિશ્ર સંકેતો મળ્યા છે. HSBC, Goldman Sachs આ બેઠકમાં ઉત્પાદન કાપની અપેક્ષા રાખતા નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. મહિનાના પહેલા દિવસે ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 75 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. એ જ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $77 થી ઘટીને $73.81 પ્રતિ બેરલ થઈ ગઈ છે આવી સ્થિતિમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા દર જાહેર થયા છે.

ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 12:23 સુધીમાં 40 સેન્ટ્સ અથવા 0.6% ઘટીને 72.20 ડોલર પ્રતિ બેરલ જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ (WTI) 39 સેન્ટ્સ અથવા 0.6% ઘટીને બેરલ દીઠ $67.70 થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારો ન કરાયો

ક્રૂડ ઓઈલની વધઘટ વચ્ચે સરકારી  ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઇંધણની કિંમતોમાં  કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  મહાનગરો અને ગુજરાત માં કિંમતો સ્થિર રહી છે.  પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે પેટ્રોલ ડીઝલ આટલું મોંઘું ખરીદવું પડે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.76 અને ડીઝલ રૂ. 89.66 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.29 અને ડીઝલ રૂ. 94.25 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.62 અને ડીઝલ રૂ. 94.22 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.01 અને ડીઝલ રૂ. 92.74 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.41 92.15
Rajkot 96.17 91.93
Surat 96.27 92.04
Vadodara 96.07 91.82

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">