AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coin Vending Machines : રિઝર્વ બેંક દેશમાં નવી ટેક્નોલોજી લાવી રહી છે, હવે QR કોડ દ્વારા સિક્કા મળશે

Coin Vending Machines : શંકરે કહ્યું કે દેશમાં મશીનો વિકસાવવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમ સિક્કાના વિતરણમાં સુધારો કરશે. અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે 'QR' કોડ આધારિત 'કોઈન વેન્ડિંગ મશીન' (QCVM) માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Coin Vending Machines : રિઝર્વ બેંક દેશમાં નવી ટેક્નોલોજી લાવી રહી છે, હવે QR કોડ દ્વારા સિક્કા મળશે
Coin Vending Machines
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 6:56 AM
Share

RBI  એ UPI આધારિત કોઈન વેન્ડિંગ મશીન લોન્ચ કરવાનો વિકલ્પ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે બુધવારે આ જાણકારી આપી હતી. મોનેટરી પોલિસીની જાહેરાત પછી રવિશંકરે કહ્યું કે ‘સમસ્યા એ હતી કે આ મશીનોમાં જે પૈસા મૂકવામાં આવ્યા હતા તે ઘણા કિસ્સાઓમાં નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણે આ ઈશ્યુ બની રહ્યો હતો. શંકરે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ વિકલ્પો પર વિચાર કરવાનું શરૂ કર્યું છે. મહત્તમ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તેના દ્વારા QR કોડ ‘સ્કેન’ કરી શકાય છે જેને UPI સાથે લિંક કરી શકાય છે. આ દ્વારા રૂપિયાનો ફિઝિકલ રીતે ઉપયોગ કર્યા વિના વેન્ડિંગ મશીનમાંથી સિક્કાઓ મેળવી શકાય છે.

કોઈન વેન્ડિંગ મશીન શું છે ?

શંકરે કહ્યું કે દેશમાં મશીનો વિકસાવવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમ સિક્કાના વિતરણમાં સુધારો કરશે. અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે ‘QR’ કોડ આધારિત ‘કોઈન વેન્ડિંગ મશીન’ (QCVM) માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

RBI આ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે

શંકરે કહ્યું કે આરબીઆઈ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. એક તરફ સિક્કાઓ મોટા પ્રમાણમાં હોય છે અને તેમને સંગ્રહિત કરવા માટે ઘણી જગ્યાની જરૂર છે.  સિક્કા બરાબર ડિલિવર ન થાય તો સમસ્યાઓ ઉભી થાય છે.

સરકારની યોજના શું છે ?

સિક્કાના વિતરણ માટે QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવશે અને લોકોને 12 શહેરોમાં સિક્કાની અછત અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનોમાંથી કેટલા સિક્કા નીકળશે તે ગ્રાહકના બેંક ખાતામાં જમા રકમના આધારે બહાર આવી શકશે.

આ મશીનો સિક્કાઓનું વિતરણ કરશે અને આ માટે ગ્રાહકે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. મશીનો બેંક નોટને બદલે સિક્કાઓનું વિતરણ કરશે.

RBIએ આ પગલું સિક્કાની પહોંચને સરળ બનાવવા માટે ઉઠાવ્યું છે

આરબીઆઈ ગવર્નરે એમ પણ કહ્યું કે પાયલોટ પ્રોજેક્ટના ફીડબેકના આધારે, માર્ગદર્શિકા જારી કરવામાં આવશે જેથી કરીને આ મશીનો દ્વારા સિક્કા જારી કરવા માટે સરળ અને ઝડપી નિયમો બનાવી શકાય.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">