વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ કંપની COAL INDIAનું ઉત્પાદન ઘટયુ , જાણો શું છે કારણ ?

|

Mar 29, 2021 | 8:05 AM

વિશ્વની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) નું ઉત્પાદન સતત બીજા વર્ષે ઘટવાની સંભાવના છે. કંપનીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોલસાના ઉત્પાદન(Coal Production)માં 50-60 લાખ ટનનો ઘટાડો થઈ શકે છે.

વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ કંપની COAL INDIAનું ઉત્પાદન ઘટયુ , જાણો શું છે કારણ ?
Coal India Q1 Results

Follow us on

વિશ્વની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) નું ઉત્પાદન સતત બીજા વર્ષે ઘટવાની સંભાવના છે. કંપનીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોલસાના ઉત્પાદન(Coal Production)માં 50-60 લાખ ટનનો ઘટાડો થઈ શકે છે. આ સમય દરમિયાન કોલ ઈન્ડિયાનો(Coal Indian) અંદાજ છે કે કોલસોનું ઉત્પાદન 60 કરોડ ટનથી ઘણું નીચે રહેશે. ઉલ્લેખનીય કે નાણાકીય વર્ષ 2019-20માં કંપનીનું કોલસોનું ઉત્પાદન 60.2 કરોડ ટન હતું.

કોરોના સંકટ વચ્ચે માંગમાં ઘટાડો
કોલ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 60.69 કરોડ ટનનું ઉત્પાદન કર્યું હતું, જે તેનું સૌથી વધુ ઉત્પાદન હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં 66 કરોડ ટનનું ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કર્યું હતું. નાણાકીય વર્ષના મધ્યમાં કંપનીને આશા હતી કે તેનું ઉત્પાદન 63 થી 64 કરોડ ટન થઈ શકે છે. કોલ ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે કોરોનાવાઈરસ કટોકટીને કારણે સર્જાયેલી પરિસ્થિતિએ ઉત્પાદનને ખરાબ અસર કરી હતી અને તે નીચી રહી છે. માંગ કોરોના રોગચાળાને કારણે ઘટી હતી. આ કારણે કોલસાનો સ્ટોક કંપનીમાં જમા થતો રહ્યો અને કંપનીએ ઉત્પાદન ઘટાડ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ઉત્પાદન લક્ષયથી ઓછું રહ્યું
કોલ ઈન્ડિયાનું ઉત્પાદન 27 માર્ચ 2021 સુધીમાં 58.5 કરોડ ટન થયું છે. માર્ચના બાકીના 4 દિવસમાં 11 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થશે. આ રીતે કંપનીનું કુલ ઉત્પાદન 59.6 થી 59.7 કરોડ ટન વચ્ચે રહેશે જે લક્ષ્યથી ઓછું હશે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોલસાની લિફ્ટ 57.7 કરોડ ટન થવાની ધારણા છે. કોલ ઈન્ડિયા પાસે ભંડાર ફેબ્રુઆરી 2021 ના ​​અંત સુધીમાં વધીને 7.78 કરોડ ટન થઈ ગયો તો જાન્યુઆરી 2021 ના ​​અંત સુધીમાં કંપની પાસે 6.68 કરોડ ટન કોલસાનો ભંડાર હતો.

Next Article