Closing Bell :સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું, SENSEX 226 અને NIFTY 70 અંક વધ્યા

|

Jun 25, 2021 | 4:32 PM

ભારતીય શેરબજાર(Stock Market) આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સારી સ્થિતિમાં બંધ થયું હતું. RILના શેરનો છેલો ભાવ 49 રૂપિયાના ઘટાડા સાથે 2,104.50 રૂપિયા નોંધાયો છે.

Closing Bell :સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું, SENSEX  226 અને NIFTY 70 અંક વધ્યા
Symbolic Image

Follow us on

આજે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં શેરબજાર(Stock Market) મજબૂત સ્થિતિ દર્જ કરી બંધ(Closing Bell) થયું હતું. સેન્સેક્સ(SENSEX) 226 અંક મુજબ 0.43% વધીને 52,925 પર બંધ થયો હતો . તો બીજી તરફ નિફ્ટીએ 69.90પોઇન્ટ સાથે 0.44% વધીને 15,860 પર બંધ કારોબાર પૂર્ણ કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર         સૂચકઆંક           વધારો
સેન્સેક્સ    52,925.04    +226.04 
નિફટી      15,860.35     +69.90 

નાના અને મધ્યમ શેરોમાં પણ રોકાણકારોએ નોંધપાત્ર ખરીદી કરી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સમાં 1.10% જ્યારે સ્મોલ કેપમાં 0.54% નો ઉછાળો રહ્યો છે. આજે સવારે બીએસઈ સેન્સેક્સ 78 પોઇન્ટના ઉછાળા સાથે 52877 ઉપર ખુલ્યો હતો જયારે એનએસઈ નિફ્ટીએ 50 પોઇન્ટના વધારા સાથે 15839 ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજે બેન્કિંગ, ધાતુ અને ફાયનાન્સ કંપનીઓના શેરમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.64% ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.61% ની મજબૂતી સાથે બંધ રહ્યો હતો. એનર્જી અને એફએમસીજી શેરોના ક્ષેત્રના સૂચકઆંકમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. નિફ્ટી એનર્જી 0.59% વધીને બંધ થયા છે જ્યારે નિફ્ટી એફએમસીજી 0.65% ઘટાડા સાથે બંધ થયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરમાં 2.28% ઘટાડો થયો છે. ગઈકાલે કંપનીની AGM યોજાઇ હતી, જેમાં અધ્યક્ષ મુકેશ અંબાણીએ ઘણા મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો જાહેર કર્યા હતા. કંપનીએ વિવિધતા માટે ગ્રીન બિઝનેસમાં કુલ 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. કંપનીના શેરનો છેલો ભાવ 49 રૂપિયાના ઘટાડા સાથે 2,104.50 રૂપિયા નોંધાયો છે.

બ્રોકરેજ કંપની CLSA એ રિલાયન્સ AGM અંગે કહ્યુ છે કે આ વર્ષ ARAMCO ની સાથે O2C ડીલ પૂરી થવાની આશા છે. કંપની માટે આ પૉઝિટિવ ટ્રિગર સાબિત થઈ શકે છે. CLSA એ રિલાયન્સ આઉટપરફૉર્મ રેટિંગ આપી શેરનું લક્ષ્ય 2,250 રૂપિયા આપ્યું છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ ઉપર કરો એક નજર
SENSEX
Open    52,877.16
High    52,973.07
Low      52,614.49

NIFTY
Open    15,839.35
High     15,870.80
Low      15,772.30

Next Article