CLOSING BELL: SENSEX 46,973નાં રેકોર્ડ સ્તરે બંધ થયો, નિફટીમાં 148 અંકનો ઉછાળો

|

Dec 24, 2020 | 4:37 PM

ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિ સાથે બંધ થયા છે. આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી 13,749.25 ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 46,973.54 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 13,771.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 47,053.40 ઉપર આજની સર્વોચ્ચ સપાટી દર્જ કરી હતી . આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. BSE […]

CLOSING BELL: SENSEX 46,973નાં રેકોર્ડ સ્તરે બંધ થયો, નિફટીમાં 148 અંકનો ઉછાળો
STOCK MARKET

Follow us on

ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિ સાથે બંધ થયા છે. આજનો કારોબાર પૂર્ણ થયો ત્યારે નિફ્ટી 13,749.25 ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 46,973.54 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 13,771.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 47,053.40 ઉપર આજની સર્વોચ્ચ સપાટી દર્જ કરી હતી .

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા વધીને 17,676.70 ના સ્તર પર બંધ થયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ 0.59 ટકાની મજબૂતી દર્જ કરી 17,675.53 પર બંધ થયો છે.

ભારે વિદેશી રોકાણને કારણે શેર બજાર સતત 8 મા અઠવાડિયે વૃદ્ધિ દેખાડી રહ્યું છે. સેન્સેક્સ 529.36 પોઇન્ટ વધીને 46,973.54 ની સપાટીએ બંધ રહ્યો છે. ક્લોઝીંગની દ્રષ્ટિએ આ સ્તર સૂચકઆકનું ઉચ્ચતમ સ્તર છે. આ પહેલા 18 ડિસેમ્બરે BSE સેન્સેક્સ 46,960.69 ના સ્તર પર બંધ થયો હતો. આજે એક્સિસ બેંકનો ટોપ ગેઈનર રહ્યો હતો. શેર 3.04% વધીને 610.35 રૂપિયા પર બંધ થયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આજે સેન્સેક્સને રિલાયન્સ, એચડીએફસી, બજાજ, એસબીઆઇ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર તેજી તરફ દોર્યો હતો. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 518 પોઇન્ટ વધીને 30,402.20 પર છે. નિફ્ટી મેટલ, ફાઇનાન્શિયલ અને ફાર્મા ઇન્ડેક્સ સારી લીડ સાથે બંધ થયા છે. નિફટી ઓલ ટાઈમ હાઈથી થોડી નીચે બંધ થયો છે. અગાઉ ક્લોઝીંગમાં નિફટી ઇન્ડેક્સનું ઉચ્ચતમ સ્તર 21 ડિસેમ્બરએ 13,777.50 હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર             સૂચકઆંક               વૃદ્ધિ

સેન્સેક્સ        46,973.54     +529.36 

નિફટી          13,749.25     +148.15 

 

ભારતીય શેરબજારના સૂચકઆંકનો આજનો ઉતાર – ચઢાવ 

    સેન્સેક્સ 

Open    46,743.49
High    47,053.40
Low     46,539.02

      નિફટી 

Open     13,672.15
High     13,771.75
Low       13,626.90

Published On - 4:36 pm, Thu, 24 December 20

Next Article