Closing Bell : ઉતાર – ચઢાવ વચ્ચે બંધ થયું બજાર, બંને ઇન્ડેક્સમાં સપાટ કારોબાર નોંધાયો

|

Jun 01, 2021 | 5:20 PM

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(share market) ગઈકાલના બંધ સ્તરથી ખાસ ફેરફાર વગર ફ્લેટ બંધ થયું હતું.

Closing Bell : ઉતાર - ચઢાવ વચ્ચે બંધ થયું બજાર, બંને ઇન્ડેક્સમાં સપાટ કારોબાર નોંધાયો
શેરબજારમાં આજે સપાટ કારોબાર દેખાયો હતો.

Follow us on

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(share market) ગઈકાલના બંધ સ્તરથી ખાસ ફેરફાર વગર ફ્લેટ બંધ થયું હતું. આજે સેન્સેક્સ માત્ર 2.56 અંક ઘટાડા સાથે 51,935 પોઇન્ટ પર બંધ રહ્યો જયારે નિફ્ટી ઈન્ડેક્સ 8 પોઇન્ટ તૂટીને 15,575 પોઇન્ટ બંધ થયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી  સ્થિતિ 
બજાર          સૂચકઆંક           ઘટાડો
સેન્સેક્સ    51,934.88   −2.56 
નિફટી     15,574.85    −7.95 

આજે નિફ્ટીમાં એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં ખરીદી સપોર્ટ તો ઈન્ડેક્સ પર આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસીસ, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંકમાં વેચવાલીનું દબાણ રહ્યુંછે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આજે SENSEX 52000 ને પાર ખુલ્યો હતો. આજે સેન્સેક્સ 130.07 પોઇન્ટ અને નિફ્ટી 46.85 પોઇન્ટ વધારા સાથેખુલ્યા છે. આ અગાઉ છેલ્લા સત્રમાં સોમવારે બજારો મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 514.56 પોઇન્ટ વધીને 51,937.44 પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 147.15 પોઇન્ટના વધારા સાથે 15,582.80 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.01 ટકા સુધી મામૂલી વધીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.10 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.31 ટકા ઘટીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.53 ટકાના ઘટાડાની સાથે 35,337.20 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open 52,067.51
High 52,228.65
Low 51,808.88

NIFTY
Open 15,629.65
High 15,660.75
Low 15,528.30

Next Article