ચેકથી થતાં આર્થિક વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા બેંકોમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ પડાશે

|

Sep 26, 2020 | 10:27 PM

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેકથી થતાં ટ્રાન્ઝેક્શનને વધુ સિક્યોર બનાવવાની કવાયત શરુ કરી છે. વર્ષ 2021થી લાગૂ થનાર નવા નિયમ મુજબ બેન્ક ગ્રાહકે 50 હજારથી વધુના વ્યવહાર માટે કોઈ વ્યક્તિને ચેક આપ્યા બાદ તેની માહિતી ડીજીટલી બેન્કને પણ આપવી પડશે. બેન્ક રજૂ થનાર ચેકની વિગતો તેને મળેલી માહિતી સાથે સરખાવશે અને વિસંગતતા જણાશે તો ચેક […]

ચેકથી થતાં આર્થિક વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા બેંકોમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ પડાશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેકથી થતાં ટ્રાન્ઝેક્શનને વધુ સિક્યોર બનાવવાની કવાયત શરુ કરી છે. વર્ષ 2021થી લાગૂ થનાર નવા નિયમ મુજબ બેન્ક ગ્રાહકે 50 હજારથી વધુના વ્યવહાર માટે કોઈ વ્યક્તિને ચેક આપ્યા બાદ તેની માહિતી ડીજીટલી બેન્કને પણ આપવી પડશે. બેન્ક રજૂ થનાર ચેકની વિગતો તેને મળેલી માહિતી સાથે સરખાવશે અને વિસંગતતા જણાશે તો ચેક રદ કરશે. આ સુવિધાનો લાભ 5 લાખ સુધી મરજિયાત રખાશે. RBI છેતરપિંડીના બનાવ અટકાવવા આ મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ સુવિધા પોઝિટિવ પે સિસ્ટમના નામ અપાયું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

50 હજારથી મોટી રકમના પેમેન્ટ માટે ડબલ વેરિફેક્શન કરવામાં આવશે. ચેક આપનાર બેન્ક ગ્રાહકે SMS , મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ATM જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમો થકી અપાયેલા ચેકની માહિતી બેન્કને આપવાની રહેશે. ચેકમાં રજૂ કરાયેલી તારીખ, ચેક પ્રાપ્તકર્તાનું નામ અને રકમ જાણવવાની રહશે. ગ્રાહકે વિગત ચેક બેંકમાં જમા થવા પહોંચે તે પેહલા આપી દેવાની રહશે. માહિતીમાં અને ચેકમાં વિસંગતતા જણાશે તો પેમેન્ટ અટકાવવા સુધી પગલાં લેવાશે. આ સુવિધા 5 લાખ સુધીની રકમ માટે મરજિયાત અને ત્યારબાદની રકમ માટે ફરજીયાત બનાવાશે. જાન્યુઆરીથી શરૂ થનાર સુવિધા અંગે બેન્ક ગ્રાહકોને SMS મારફતે જાણ કરશે. જયારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ સુવિધાની વિગતો મળી શકે તેવી વ્યવસ્થા કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article