Changes From 1 November : આવતીકાલથી લાગુ થઇ શકે છે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

|

Oct 31, 2022 | 6:51 AM

કેટલાક આર્થિક ફેરફારોની સીધી અસર તમારા પર પડી શકે છે. કારણ કે 1 નવેમ્બરથી દેશભરમાં ઘણી બાબતો બદલાઈ(Changes From 1 November) શકે છે. આ ફેરફારોમાં વીમા ક્લેમ માટે KYC ફરજિયાત, ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે અને વીજળી સબસીડી જેવી બાબતોમાં  ફેરફાર  જોવા મળશે.

Changes From 1 November :  આવતીકાલથી લાગુ થઇ શકે છે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Changes From 1 November

Follow us on

ઓક્ટોબરની તહેવારોની સિઝન પૂરી થઈ રહી છે. હવે નવેમ્બર શરૂ થવાનો છે. દરેક નવા મહિનાની શરૂઆતમાં કેટલાક નવા ફેરફારો આવે છે જેના વિશે અમે તમને સમયાંતરે જાણ કરતા રહીએ છીએ. આ ફેરફારો તમારા ખિસ્સા , જીવન અને જરૂરિયાતો સાથે સંબંધિત છે. આ વખતે કેટલાક આર્થિક ફેરફારોની સીધી અસર તમારા પર પડી શકે છે. કારણ કે 1 નવેમ્બરથી દેશભરમાં ઘણી બાબતો બદલાઈ શકે છે. આ ફેરફારોમાં વીમા ક્લેમ માટે KYC ફરજિયાત, ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે અને વીજળી સબસીડી જેવી બાબતોમાં  ફેરફાર  જોવા મળશે.

વીમા ક્લેમ માટે KYC ફરજિયાત

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) 1 નવેમ્બરથી વીમા કંપનીઓ માટે કેવાયસી વિગતો પ્રદાન કરવાનું ફરજિયાત બનાવી શકે છે. હાલમાં નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે જે 1 નવેમ્બરથી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. કેવાયસી સંબંધિત નિયમો નવા અને જૂના બંને ગ્રાહકો માટે ફરજિયાત બનાવી શકાય છે. આ હેઠળ જો તમે વીમા દાવો કરતી વખતે KYC દસ્તાવેજો રજૂ ન કરો તો તમારો દાવો નકારી શકાય છે.

ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે

પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, 1 નવેમ્બરે, તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવશે. 1 નવેમ્બરના રોજ 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ મહિનાની પહેલી તારીખે પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાશે

1 નવેમ્બરથી ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રેલ્વે દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા જઈ રહી છે. અગાઉ, 1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થવાનો હતો પરંતુ કેટલાક કારણોસર 31 ઓક્ટોબરની તારીખ વધુ નક્કી કરવામાં આવી છે. હવે નવું ટાઈમ ટેબલ પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ પછી 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર માલસામાન ટ્રેનોના સમય બદલાશે. દેશમાં દોડતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ 1 નવેમ્બરથી ફેરફાર થશે.

સિલિન્ડરની ડિલિવરીની પ્રક્રિયામાં ફેરફાર થશે

એલપીજી સિલિન્ડરની ડિલિવરી સંબંધિત પ્રક્રિયા પણ 1લી નવેમ્બરથી બદલાવા જઈ રહી છે. ગેસ બુક કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવે છે, ત્યારે તમારે આ OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. એકવાર આ કોડ સિસ્ટમ સાથે મેચ થઈ જાય પછી ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી જ મળશે.

વીજળી સબસિડીનો લાભ નહીં મળે

રાજધાની દિલ્હીના લોકોને 1 નવેમ્બરથી વીજળી પર સબસિડી મળવાનું બંધ થઈ જશે. વાસ્તવમાં હવે દિલ્હીના લોકોએ એક મહિના માટે 200 યુનિટ મફત વીજળી મેળવવા માટે નોંધણી કરાવવી પડશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આવી સ્થિતિમાં જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓ નવેમ્બર મહિનામાં વીજળી સબસિડીનો લાભ મેળવી શકશે નહીં.

 

Published On - 6:51 am, Mon, 31 October 22

Next Article