કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારાના સરકારે આપ્યા સંકેત

|

Aug 13, 2022 | 8:04 AM

અગાઉ એવું માનવામાં આવતું હતું કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. પરંતુ ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંકના ડેટા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થઈ શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારાના સરકારે આપ્યા સંકેત
Modi government can give big gift to central employees and pensioners

Follow us on

8મા પગાર પંચની રચના થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ(Central government employees)ના પગાર વધારા માટે 8માં પગાર પંચની રચના માટે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી. પરંતુ ડેમેજ કંટ્રોલ કરવા માટે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા(DA Hike)ને મંજૂરી આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર રિટેલ ફુગાવાના ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈ મહિના દરમિયાન વર્ષમાં બે વાર DA અને DRમાં સુધારો કરે છે. દેશમાં મોંઘવારી RBI ના અંદાજ કરતાં ઉપર પહોંચી ગઈ છે. રિટેલ ફુગાવો RBI ના 6 ટકાના ટોલરેંસ લેવલથી ઉપર ગયો છે. જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.71 ટકા રહ્યો છે. વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં જાન્યુઆરીથી જૂન સુધી સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. હવે જુલાઈથી ડિસેમ્બર મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવાઈ રહી છે. જેના પર માનવામાં આવી રહ્યું છે કે સરકાર ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે.

DA કેટલું વધશે?

અગાઉ એવું માનવામાં આવતું હતું કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. પરંતુ ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંકના ડેટા પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થઈ શકે છે. અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંકના ડેટાને જોતાં આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 39 ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો શક્ય છે. જો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 39 ટકા કરવામાં આવે છે તો તે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 8,000 રૂપિયાથી 27,000 રૂપિયા સુધી વધી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોંઘવારીમાંથી રાહત મળશે

મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પર પડશે. સામાન્ય રીતે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થું વધારવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ સ્થિતિમાં જુલાઈ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને લાભની ભેટ મળી શકે છે.

Next Article