મેડિક્લેમ હોવા છતાં કેમ ચૂકવવું પડે છે મોટું બિલ ? પોલિસીની આ 7 વાતો જાણી લો, લાખો બચી જશે

મધ્યમ વર્ગના લોકો જે નાની મોટી નોકરી કરી કે નાનો મોટો વ્યાપાર કરી ગુજારો કરતાં હોય છે અને જ્યારે માંદગી આવે એ વગર નિમંત્રણે આવી જાયે છે તેના મોટા બિલ થી બચવા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદીને એમ માની લે છે કે હવે હોસ્પિટલનો બધો ખર્ચ કંપની આપશે, પરંતુ પોલિસીની નાની શરતોના કારણે ક્લેમ વખતે મોટો ઝટકો લાગે છે. અણધાર્યા આર્થિક નુકસાનથી બચવા માટે આ 7 વાતો ખાસ જાણી લો.

મેડિક્લેમ હોવા છતાં કેમ ચૂકવવું પડે છે મોટું બિલ ? પોલિસીની આ 7 વાતો જાણી લો, લાખો બચી જશે
Image Credit source: AI
| Updated on: May 28, 2026 | 6:06 PM

આજના સમયમાં મોંઘવારીની સાથે ઈલાજનો ખર્ચ પણ એટલી ઝડપથી વધી રહ્યો છે કે હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ લાખો રૂપિયાનું બિલ બની જાય છે. આ જ મેડિકલ ઈમરજન્સીથી બચવા માટે મોટાભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ (મેડિક્લેમ) ખરીદે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે વીમો હોવા છતાં પણ દર્દીના પરિવારને પોતાના ખિસ્સામાંથી મોટી રકમ ચૂકવવી પડે છે.

લોકો અવારનવાર એવું માની લે છે કે માત્ર પોલિસી લઈ લેવાથી બધું જ કવર થઈ જશે. પરંતુ હકીકત અલગ છે. પોલિસી લેતી વખતે કે રિન્યુ કરતી વખતે માત્ર ઓછું પ્રીમિયમ જોવાની ભૂલ ભારે પડી શકે છે. ચાલો સમજીએ કે ઈન્શ્યોરન્સ હોવા છતાં હોસ્પિટલનું આખું બિલ કેમ પાસ નથી થતું અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

હોસ્પિટલનું આખું બિલ કેમ પાસ નથી થતું?

કોઈપણ હેલ્થ પોલિસીમાં સૌથી મહત્વની બાબત ‘સમ ઇન્શ્યોર્ડ’ એટલે કે તમારું કુલ કવરેજ કેટલું છે તે હોય છે. કંપની આ જ મર્યાદા સુધીનો ખર્ચ ઉઠાવે છે. આ સિવાય, જો તમારી પોલિસીમાં રૂમ ભાડાની મર્યાદા નક્કી હોય અને તમે તેનાથી મોંઘો રૂમ પસંદ કરો છો, તો તેની અસર માત્ર રૂમ પર જ નહીં પરંતુ ડોક્ટરની ફી અને અન્ય ચાર્જિસ પર પણ પડે છે, જેને પ્રપોઝનેટ ડિડક્શન કહેવાય છે. આ કારણે બિલનો મોટો હિસ્સો તમારે જાતે ભોગવવો પડે છે.

પોલિસી ચેક કરતી વખતે કઈ 7 બાબતો સૌથી મહત્વની છે?

ક્રમ આ બાબતો ખાસ ચેક કરો આ જાણવું કેમ જરૂરી છે?
1 કુલ કવરેજ હોસ્પિટલનો ખર્ચ ઉઠાવવા માટે તમારી પાસે કુલ કેટલા લાખનો વીમો છે તે તપાસો.
2 રૂમ રેન્ટની લિમિટ રૂમના ભાડા પર કોઈ સીમા (જેમ કે કુલ કવરેજના 1%) છે કે તમે કોઈ પણ પ્રાઇવેટ રૂમ લઈ શકો છો તે જાણી લો.
3 બીમારી પર સબ-લિમિટ મોતિયા કે પથરી જેવી ચોક્કસ બીમારીઓના ખર્ચ પર કંપનીએ કોઈ મહત્તમ મર્યાદા તો નથી મૂકી ને?
4 કો-પેમેન્ટ ક્લેમ કરતી વખતે તમારે તમારી ખિસ્સામાંથી કેટલા ટકા (જેમ કે 10% કે 20%) પૈસા આપવા પડશે તે શરત વાંચી લો.
5 વેઇટિંગ પીરિયડ પહેલાથી હાજર બીમારીઓ (જેમ કે બીપી, ડાયાબિટીસ વગેરે) કેટલા વર્ષ પછી કવર થશે તેની માહિતી.
6 નો-ક્લેમ બોનસ જો તમે આખું વર્ષ બીમાર ન પડો અને ક્લેમ ન લો, તો કંપની તમારું કવરેજ મફતમાં કેટલું વધારશે.
7 રિસ્ટોરેશન બેનિફિટ એક જ વર્ષમાં જો આખો વીમો વપરાઈ જાય, તો શું કંપની પોલિસીને ફરીથી મફતમાં રિચાર્જ કરી આપશે?

 

અણધાર્યા અને ભારે બિલથી કેવી રીતે બચવું?

નવું ઇન્શ્યોરન્સ લેતી વખતે કે જૂની પોલિસીને રિન્યુ કરતી વખતે ગ્રાહકોએ કંપનીની નિયમો અને શરતો બરાબર વાંચવી જોઈએ. સસ્તી પોલિસીના ચક્કરમાં આવ્યા વગર એ ચેક કરો કે કઈ બીમારીઓ માટે કેટલો વેઇટિંગ પીરિયડ છે અને કઈ સુવિધાઓ તરત જ મળવાપાત્ર છે. આ નાની સાવચેતી તમને ભવિષ્યમાં હોસ્પિટલના અણધાર્યા આર્થિક બોજથી બચાવી શકે છે.

Breaking News: અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતીના અણસાર, ક્રૂડ ઓઈલના ભાવ કડાકા સાથે 96 ડોલરની નીચે પહોંચ્યા

Follow Us