શું સરકાર લાવી શકે છે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ? જાણો શું છે સરકારનું આયોજન

|

Nov 19, 2021 | 7:01 PM

એક મીડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી સરકાર ફક્ત તે જ ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપે તેવી શક્યતા છે જેને સત્તાવાળાઓ દ્વારા પૂર્વ-મંજૂરી લીધી હોય અને તે એક્સચેન્જ પર લિસ્ટિંગ અને ટ્રેડ થતી હોય.

શું સરકાર લાવી શકે છે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ? જાણો શું છે સરકારનું આયોજન
cryptocurrency

Follow us on

ભારતમાં છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)નું માર્કેટ ખીલી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) પણ આ અંગેની ચિંતા વ્યક્ત કરતા હવે કેન્દ્રએ પણ આ અંગેની નોંધ લીધી છે. સરકારે આગામી દિવસોમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)નું નિયમન કરવાની યોજના બની શકે તેવા સંકેત પણ આપ્યા છે. જેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ (Investment) કરનારાઓને કોઇ પ્રતિબંધ વિના પકડી શકાય.

 

મહત્વનું છે કે ભારતમાં હજુ પણ ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લાગતો નથી, પરંતુ તેને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપવામાં આવી નથી. એક મીડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી સરકાર ફક્ત તે જ ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપે તેવી શક્યતા છે જેને સત્તાવાળાઓ દ્વારા પૂર્વ-મંજૂરી લીધી હોય અને તે એક્સચેન્જ પર લિસ્ટિંગ અને ટ્રેડ થતી હોય. આ પ્રક્રિયા બોજારૂપ છે પરંતુ ઇરાદાપૂર્વકની છે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે “જ્યારે સરકાર દ્વારા સિક્કો મંજૂર કરવામાં આવ્યો હોય ત્યારે જ તેનો વેપાર કરી શકાય છે, તે સિવાય તેને રાખવા અથવા વેપાર કરવા પર દંડ લાગી શકે છે,”

 

”ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન આવવી જોઈએ”

ગુરુવાર, 18 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ”ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન આવવી જોઈએ અને આપણા યુવાનોને બગાડવી જોઈએ નહીં” તેમણે આ માટે તમામ લોકશાહી રાષ્ટ્રોને એકસાથે આવવા અને આવી વસ્તુઓ ન બને તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.

 

સરકારનો સંકેત

સરકાર અને આરબીઆઈએ તાજેતરમાં ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફાઈનાન્સિંગને ટાળવા માટે તેના પર મજબૂત નિયમનકારી નિયંત્રણ લાવવાનો સંકેત આપ્યો છે.

 

શિયાળુ સત્રમાં બિલ રજૂ થઇ શકે!

રીપોર્ટસ અનુસાર આગામી કાયદો ક્રિપ્ટોકરન્સી પરના કરવેરા ભાગને સંબોધવા માટે સુયોજિત છે, જે 1 ટકા રહેવાની શક્યતા છે. ક્રિપ્ટોકરન્સી સાથે વેપાર કરતા પ્લેટફોર્મને ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સી પર પ્રસ્તાવિત બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

 

એક સમાચારપત્રના અહેવાલ મુજબ ભારતમાં ક્રિપ્ટોકરન્સીને એસેટ ક્લાસ તરીકે પ્રતિબંધિત કરવાને બદલે મંજૂરી આપવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે વ્યવહારોને સેટલ કરવા માટે તેને માન્ય ચલણ તરીકે ઓળખવામાં આવશે નહીં, પરંતુ તેને સોના, શેર અથવા બોન્ડ જેવી સંપત્તિ તરીકે રાખી શકાય છે.

 

આ પણ વાંચો : NTPC Jobs 2021: NTPC એક્ઝિક્યુટિવની ભરતી કરશે, એન્જિનિયરિંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક

 

આ પણ વાંચો : Health Tips: શિયાળામાં આ 5 સુપર ફૂડને આહારમાં સામેલ કરો, સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક

Next Article