સરકારનો મોટો નિર્ણય, 15,000 કરોડના FDI પ્રસ્તાવને મંજૂરી

|

Aug 25, 2021 | 9:50 PM

Cabinet Meeting Decision: કેન્દ્રીય કેબિનેટે ભારતમાં 15,000 કરોડના રોકાણ માટે મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડના સીધા વિદેશી રોકાણ (FDI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

સરકારનો મોટો નિર્ણય, 15,000 કરોડના FDI પ્રસ્તાવને મંજૂરી
Cabinet Committee

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 15,000 કરોડ રૂપિયા સુધીના રોકાણ માટે મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડમાં સીધા વિદેશી રોકાણના (FDI-Foreign Direct Investment) પ્રસ્તાવને મંજૂરી આપી છે.

 

મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડ વિશેષ રૂપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ-ડેવલપમેન્ટ સેક્ટર, જેમાં એરપોર્ટ સેક્ટર અને ઉડ્ડયન સંબંધિત વ્યવસાયો અને સેવાઓમાં ડાઉનસ્ટ્રીમ રોકાણની સાથે સાથે પરિવહન અને લોજિસ્ટિક્સ વગેરે સાથે જોડાયેલા ક્ષેત્રોનો  સમાવેશ હોઈ શકે છે. તેમાં રોકાણ માટે ભારતીય રોકાણ હોલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

શું છે એફડીઆઈ (FDI)?

એફડીઆઈ (FDI)નો અર્થ છે- ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ. ગુજરાતીમાં તેને સીધું વિદેશી રોકાણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ વિદેશી કંપની ભારતની કોઈ કંપનીમાં નાણાંનું સીધું રોકાણ કરે. જેમ કે તાજેતરમાં આવું થયું. અત્યારે ઘણા એવા ક્ષેત્રો છે જેમાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકતી નથી અથવા ભારતીય કંપનીઓ વિદેશમાંથી નાણાં એકત્ર કરી શકતી નથી. અત્યારે કેટલાક એવા ક્ષેત્રો છે, જેમાં વિદેશી રોકાણની મર્યાદા 100 ટકા સુધી ખુલ્લી છે અને અન્ય કેટલાક એવા ક્ષેત્રો છે, જેમાં અલગ અલગ મર્યાદાઓ છે.

 

સરકારે આપી મંજૂરી

આ એફડીઆઈમાં એન્કોરેજને બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના શેરનું હસ્તાંતરણ અને મૈસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડમાં 2726247 ઓન્ટારિયો ઈન્ક, ઓએસીની પુર્ણ માલિકી ધરાવતી સહાયક કંપની દ્વારા 950 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ઓએસી (OAC) કેનેડાની સૌથી મોટી નિશ્ચિત લાભ પેન્શન યોજનાઓમાંથી એક OMERની વ્યવસ્થાપક પણ છે.

 

આ રોકાણ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર તેમજ એરપોર્ટ સેક્ટરને મોટુ પ્રોત્સાહન મળશે. આ રોકાણથી ખાનગી ભાગીદારી દ્વારા વિશ્વસ્તરીય એરપોર્ટ અને પરિવહન માળખાકીય સુવિધા વિકસાવવાની ભારત સરકારની યોજના નોંધપાત્ર રીતે મજબૂત થશે.

 

તાજેતરમાં જાહેર થયેલી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP)ને પણ આ રોકાણ નોંધપાત્ર પ્રોત્સાહન આપશે, કારણ કે આ પગલાથી રાજ્યની માલિકીના રસ્તાઓ, રેલવે, એરપોર્ટ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પાવર ટ્રાન્સમિશન લાઈન્સ અને ગેસ પાઈપલાઈન જેવી  માળખાકીય સંપત્તિઓની સંભાળ પણ થશે.

 

ખાનગી ઓપરેટરોને આ સંપત્તિ ભાડે આપીને આવક ઉભી કરવામાં મદદ થશે. મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડ દ્વારા નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી) હેઠળ આવતા અમુક ક્ષેત્રોમાં ડાઉનસ્ટ્રીમ રોકાણ કરવાનો પ્રસ્તાવ પણ મુકાયો છે.

 

આ રોકાણ સીધી રોજગારીનું સર્જન પણ કરશે, કારણ કે મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડ જે ક્ષેત્રોમાં ડાઉનસ્ટ્રીમ રોકાણ કરવાનો પ્રસ્તાવ રાખી રહી છે. તેમા મુખ્યત્વે મૂડી અને રોજગાર ક્ષેત્ર છે. આ રોકાણ મેન્યુફેક્ચરિંગ અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓમાં પણ પરોક્ષ રોજગાર પેદા કરશે.

 

 

આ પણ વાંચો :  કંગાળ અફઘાનિસ્તાનના પેટાળમાં ધરબાયેલો છે અમૂલ્ય ખજાનો , તાલિબાનીઓને પાછલા બારણે મદદ કરી કોણ ઉલેચવા માંગે છે અઢળક સંપત્તિ?

Published On - 9:03 pm, Wed, 25 August 21

Next Article