Budget 2021: ફૂડ આઈટમ્સ ઉપર રેસ્ટોરન્ટમાં 5 ટકા અને હોમ ડિલિવરી ઉપર 18 ટકા GSTના તફાવતને દૂર કરવા કરાઈ માંગ

|

Jan 19, 2021 | 4:07 PM

રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ક્ષેત્રે(Restaurant & Food Delivery Sector) બજેટ 2021માં હોમ ડિલિવરી પર ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST on Home Delivery)ના દરમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે.

Budget 2021: ફૂડ આઈટમ્સ ઉપર રેસ્ટોરન્ટમાં 5 ટકા અને હોમ ડિલિવરી ઉપર 18 ટકા GSTના તફાવતને દૂર કરવા કરાઈ માંગ

Follow us on

રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ક્ષેત્રે(Restaurant & Food Delivery Sector) બજેટ 2021માં હોમ ડિલિવરી પર ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST on Home Delivery)ના દરમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં ખાદ્ય ચીજોની ડિલિવરી પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. આ ક્ષેત્રના પ્રતિનિધિઓએ કહ્યું કે 3 અબજ ડોલરના આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જીએસટી દરને તર્કસંગત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે ફૂડ આઈટમ્સ માટે ગ્રાહક રેસ્ટોરન્ટમાં 5% જીએસટી આપે છે પણ તેની હોમ ડિલિવરી પર 18% જીએસટી ચૂકવવો પડે છે.

 

રેસ્ટોરન્ટ અને ફૂડ ડિલિવરી ક્ષેત્રના જાણકારો અનુસાર રેસ્ટોરન્ટ અને હોમ ડિલિવરીમાં સમાન ખાદ્ય ચીજો પર 13 ટકાથી વધુનો જીએસટી ચૂકવવો તર્કસંગત નથી. ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી ક્ષેત્ર ખૂબ જ ઝડપથી ગતિએ વધી રહ્યું છે. આ ક્ષેત્ર 2.94 અબજનું છે. તે 22 ટકાના વાર્ષિક દરે વધી રહ્યો છે. જો કે જીએસટી સાથે સંકળાયેલી મુશ્કેલીઓને કારણે વૃદ્ધિ અવરોધો પેદા કરી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસમાં ડિલિવરી શેરમાં 20%નો વધારો થયો છે. કોવિડ 19ને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા લોકડાઉન સમયે અને અનલોકમાં વ્યવસાયમાં ડિલિવરીનો હિસ્સો 40 ટકાની તુલનાએ વધીને 60 ટકા થઈ ગયો છે. ભાવમાં વધારો કરી ન શકવાના કારણે વધુ કમિશન ચૂકવવા પડે છે. વેચાણ પ્રિ-કોવીડ સ્તરે પહોંચ્યું છે. જો કે,આશા વ્યક્ત કરાઈ રહી છે કે જ્યારે વેક્સીન થોડા મહિનામાં સામાન્ય માણસ સુધી પહોંચશે ત્યારે સેક્ટરમાં તેજી આવી શકે છે.

 

આ પણ વાંચો: STOCK MARKET : બજારમાં ઐતિહાસિક ઉછાળો દેખાયો, SENSEX 834 અંક અને NIFTY 1.68% ની વૃદ્ધિ

Next Article