BUDGET 2021: શુક્રવારે પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે, જાણો કેમ મહત્વની છે બેઠક ?

|

Jan 07, 2021 | 12:46 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. PM વૃદ્ધિને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ બજેટમાં સમાવિષ્ટ કરવા અભિપ્રાય મેળવશે .

BUDGET 2021: શુક્રવારે પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે, જાણો કેમ મહત્વની છે બેઠક ?

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. PM વૃદ્ધિને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ બજેટમાં સમાવિષ્ટ કરવા અભિપ્રાય મેળવશે . સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા આ બેઠકનું ઓનલાઈન આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર અને નિતી આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ ભાગ લેશે.

આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદમાં 7.5 ટકાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બેંકનો અંદાજ છે કે તેમાં અનુક્રમે 10.3 ટકા અને 9.6 ટકાનો ઘટાડો થશે.

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે
વર્તમાન નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા અપેક્ષા કરતા વધુ ઝડપથી સુધરી હતી અને ઉત્પાદન ક્ષેત્રે આ સમયગાળા દરમિયાન વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આને કારણે, ગ્રાહકોની માંગમાં સુધારો થવાની ધારણા છે. આગામી યુનિયન બજેટ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ રજૂ થવાની સંભાવના છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વર્લ્ડ બેંકે આપ્યું છે અર્થવ્યવસ્થાનું અનુમાન
વર્લ્ડ બેંકે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 9.6 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. આ કૌટુંબિક સ્તરે ખર્ચ અને ખાનગી રોકાણોમાં ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, આગામી નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં 5.4 ટકા વૃદ્ધિનો અંદાજ છે.

નાણાંકીય ક્ષેત્રમાં નબળાઇઓને જોતાં, તુલનાત્મક ધોરણે નબળા રોકાણથી ખાનગી ક્ષેત્રના રોકાણને અસર થશે. અહેવાલમાં જણાવ્યા મુજબ, કુલ રોજગારમાં અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો 80 ટકા છે. કોરાનાના રોગચાળા દરમિયાન આવકનું નોંધપાત્ર નુકસાન થયું હતું. વીજ વપરાશ સહીતના તાજેતરના ડેટાને જોતા પીએમઆઈ જીએસટી કલેક્શન સૂચવે છે કે સેવાઓ અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં રિવાઇવલ ઝડપથી થઈ રહ્યું છે.

Published On - 8:12 am, Thu, 7 January 21

Next Article