Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત

|

Jan 29, 2021 | 11:23 AM

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે.

Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત
રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

Follow us on

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે. સ્વતંત્રતા સેનાનીઓના સપનાને ઝડપી ગતિએ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ દાયકાની મજબૂત તૈયારી માટે તમામ પ્રકારની ચર્ચા થવી જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભા સચિવાલય અનુસાર બજેટ સત્રનું પહેલું સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે.

19 વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે
પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રથમ દિવસે થાય છે. આ વખતે 19 પક્ષોએ રાષ્ટ્રપતિનું ભાષણ ના બહિષ્કારની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ જેવા મોટા પક્ષોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ગત સત્રમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પસાર કર્યું જે સારી બાબત નથી

રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરનાર પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી, જેકેએનસી, ડીએમકે, ટીએમસી, આરજેડી, સીપીઆઇ-એમ, સીપીઆઇ, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (M), બીએસપી અને એઆઇયુડીએફ શામેલ છે. આ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બહિષ્કારની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, શિવસેના સહિત 18 પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરી સંસદમાં કૃષિ કાયદા પસાર કરવાની રીત સામે વાંધો ઉઠાવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ખેડુતોનો મુદ્દો ગરમાશે
ત્રણ કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસાનો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષ સાથે દલીલ કર્યા વિના ગૃહમાં ત્રણેય કૃષિ કાયદા બળજબરીથી પસાર કર્યા.

 

Next Article