Budget 2021: નવા ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટા ફેરફાર, કરદાતાઓને રાહતની અપેક્ષાઓ

|

Jan 28, 2021 | 10:52 AM

Budget 2021 : બજેટ અંગે સૌથી વધુ ચિંતિત કરદાતાઓ(Taxpayers) છે. દરેક નાણાકીય વર્ષ નું બજેટ રજૂ કરતા પહેલા આવકવેરા મુક્તિની માંગ તેજ બને છે.

Budget 2021: નવા ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટા ફેરફાર, કરદાતાઓને રાહતની અપેક્ષાઓ
Budget 2021

Follow us on

Budget 2021 :બજેટ અંગે સૌથી વધુ ચિંતિત કરદાતાઓ(Taxpayers) છે. દરેક નાણાકીય વર્ષ નું બજેટ રજૂ કરતા પહેલા આવકવેરા મુક્તિની માંગ તેજ બને છે. સરકાર નવા અને જૂના બંને રિજિમમાં મોટા ફેરફારો કરી શકે છે. નવા રિજિમને વધુ આકર્ષક બનાવવા માટે બજેટમાં ઘોષણાઓ થઈ શકે છે.સાથોસાથ વધુ છૂટ આપવા માટે નવા રિજિમ સ્લેબને બદલી શકાય છે. કરદાતાઓ આવકવેરાની જવાબદારીમાં 50,000-80,000 સુધી બચત કરી શકે છે. બજેટ દરમિયાન બે ઘોષણાઓ જોવા મળી શકે છે જેમાંથી પ્રથમ આવકવેરાની જૂની સિસ્ટમ હેઠળ છે જેને ઓલ્ડ રિજિમ કહેવામાં આવે છે અને બીજી નવી સિસ્ટમ હેઠળ છે.

નવા રિજિમમાં આ પરિવર્તન આવી શકે છે
રિજિમમાં સ્લેબ દરોમાં કેટલાક ફેરફાર શક્ય છે, જે તેને વધુ આકર્ષક બનાવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્લેબના દર એવી રીતે રાખવામાં આવે કે લોકો જૂની સિસ્ટમ છોડી અને નવી સિસ્ટમ અપનાવે. તેનાથી આવકવેરામાં છૂટ મળશે.

ગયા વર્ષે નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી
ગયા વર્ષના કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે નવી આવકવેરા પ્રણાલી રજૂ કરી હતી જેમાં સાત ટેક્સ સ્લેબનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શૂન્ય, 5%, 10%, 15%, 20%, 25% અને 30%. જ્યારે જૂના કરના નિયમમાં ચાર સ્લેબ શૂન્ય, 5%, 20% અને 30% શામેલ છે. કરદાતા માટે આ બંને કરવેરા નિયમો અમલમાં હતા. નવી આવકવેરા પ્રણાલીમાં 5 લાખથી 15 લાખ રૂપિયાની આવક પરના વેરાના દર ઓછા હોવા છતાં ત્યાં કોઈ કર મુક્તિ અને કપાત રહેશે નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

80 C પર ડિડક્શન
હાલમાં આવકવેરા અધિનિયમ 80CCE હેઠળ, કલમ 80C , 80CCC અને 80CCD(1) હેઠળ વર્ષના કુલ રૂ 1.50 લાખની આવક પર આવકવેરામાંથી મુક્તિ છે. આ લોકોને બચત તરફ વધુ આકર્ષિત કરશે. આ વિભાગ હેઠળ ઘણા કર બચત રોકાણો આવે છે. લોકો અપેક્ષા કરી રહ્યા છે કે નાણાં પ્રધાન તેને વધારીને ત્રણ લાખ રૂપિયા કરશે.

Next Article