BUDGET 2021 : અર્થતંત્રની કરોડરજ્જુ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ તરફ ઘણી અપેક્ષાઓ

|

Jan 20, 2021 | 5:41 PM

BUDGET 2021 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર (INFRASTRUCTURE)ને અર્થતંત્રની કરોડરજ્જુ(BACKBONE) માનવામાં આવે છે. અર્થતંત્રની ગતિ તેના પર નિર્ભર રહે છે.

BUDGET 2021 : અર્થતંત્રની કરોડરજ્જુ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ તરફ ઘણી અપેક્ષાઓ
નાણાકીય વર્ષ 2021 માં ઇન્ફ્રા સેક્ટર પર 3.3 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Follow us on

BUDGET 2021 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર (INFRASTRUCTURE)ને અર્થતંત્રની કરોડરજ્જુ(BACKBONE) માનવામાં આવે છે. અર્થતંત્રની ગતિ તેના પર નિર્ભર રહે છે. તેના નિર્માણથી ન માત્ર રોજગારી ઉત્પન્ન થાય છે પરંતુ વ્યવસાયની રીત અને ઉદ્યોગોના વિસ્તરણમાં પણ સરળતા આવે છે. આ જ કારણ છે કે સરકારનું ધ્યાન રસ્તાઓ, બંદરો, રેલ્વે જેવા ઇન્ફ્રાને મજબુત બનાવવા પર છે.  બજેટ તરફ  ઇન્ફ્રા ક્ષેત્રની ઘણી અપેક્ષાઓછે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની વધુ જરૂર છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે બજેટ NIP પર ધ્યાન કેન્દ્રિત કરી  તેને વધારવાની પણ જરૂર છે. NIP એટલે કે National Infrastructure Pipeline જેના હેઠળ, 2020-2025 સુધીમાં 103 લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્ય છે. 1741 પ્રોજેક્ટ પર કામ જાન્યુઆરી 2021 સુધી ચાલુ છે. NIP હેઠળ 7410 પ્રોજેક્ટનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ 7410 પ્રોજેક્ટ્સની કુલ કિંમત 1.8 ટ્રિલિયન ડોલર છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની બજેટથી ઘણી અપેક્ષાઓ છે
નિષ્ણાતોનું માનવું છે કે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને બજેટમાં મંજૂરી હોવી જોઈએ. પાછલા વર્ષ કરતા NIP ખર્ચમાં 15 થી 20 ટકાનો વધારો થવો જોઇએ. રસ્તાના નિર્માણને ઝડપી બનાવવું જોઈએ. રેલ્વે સ્ટેશનોના પુનર્વિકાસને વેગ આપવાની જરૂર છે. PPP મોડેલ હેઠળ 150 થી વધુ ખાનગી ટ્રેનોનો રોડમેપ તૈયાર છે. UDAN યોજના હેઠળ 100 એરપોર્ટ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સામે આ છે પડકારો
નિષ્ણાંતો અનુસાર દેશને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે રોકાણની જરૂર છે.  NIP પ્રોજેક્ટ માટે બજેટ ફાળવણી ઓછી રહી છે.  PPP મોડેલને વધુ આકર્ષક બનાવવું પણ એક મોટો પડકાર છે.  સરકારે ઇન્ફ્રા પર ખર્ચ વધારી અટકેલા  પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવો જોઈએ.

બજેટમાં તરફ મોટી છે આશા
નાણાકીય વર્ષ 2021 માં ઇન્ફ્રા સેક્ટર પર 3.3 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2022 માં 4.12 લાખ કરોડના રોકાણનું લક્ષ્યાંક છે. NIP હેઠળ વાર્ષિક 20 લાખ કરોડ રૂપિયાની જરૂર પડે છે. NIP હેઠળ ઇન્ફ્રા રોકાણનું લક્ષ્યાંક 2020-2025 સુધીમાં કુલ 103 લાખ કરોડ રૂપિયા છે જ્યારે વાર્ષિક ધોરણે 20 લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્યાંક છે.

Next Article