AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021 : બજેટ પછી શેર બજારમાં મોટો ઉતાર-ચઢાવ નજરે પડે છે, જાણો શું છે ઇતિહાસ

Budget 2021 : બજેટ બાદ શેર બજાર (stock market)માં મોટો ઉતાર-ચઢાવ જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા સાત વર્ષોમાં બજેટ પછી શેર બજારની ગતિવિધિનું વિશ્લેષણ કરીને આ માહિતી મળી છે. આ વર્ષોમાં, બજેટ પછી, શેર બજારોમાં ક્યાં તો મોટી તેજી જોવા મળી છે અથવા મોટો ઘટાડો.

Budget 2021 : બજેટ પછી શેર બજારમાં મોટો ઉતાર-ચઢાવ નજરે પડે છે, જાણો શું છે ઇતિહાસ
STOCK UPDATE
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 7:58 AM
Share

Budget 2021 : બજેટ બાદ શેર બજાર(stock market)માં મોટો ઉતાર-ચઢાવ જોવા મળે છે. મોદી સરકારના છેલ્લા સાત વર્ષોમાં બજેટ પછી શેર બજારની ગતિવિધિનું વિશ્લેષણ કરીને આ માહિતી મળી છે. આ વર્ષોમાં, બજેટ પછી, શેર બજારોમાં ક્યાં તો મોટી તેજી જોવા મળી છે અથવા મોટો ઘટાડો.

છેલ્લા સાત વર્ષમાં બજેટ બાદ સેન્સેક્સમાં 4 વખત ઘટાડો થયો છે તે 4 ટકા સુધી ગગડ્યો છે. બીજી તરફ 3 વખત ઉછળ્યો છે બજેટ બાદ તેમાં 7 ટકાની મજબૂતી આવી હતી. અસલમાં શેરબજાર બજેટ પર તેજ પ્રતિક્રિયા આપે છે. બજેટના દિવસે તેજ વધઘટ થાય છે.

વર્ષ 2020 માં સેન્સેક્સ બજેટ પહેલા પાંચ સત્રોમાં 3.44 ટકા તૂટ્યું હતું. જેમાં બજેટના દિવસે 2.42 ટકાનો ઘટાડો શામેલ છે. જો કે, એક અઠવાડિયામાં જ બજારની ચાલ બદલાઈ ગઈ. આ પછી, સેન્સેક્સ આગામી પાંચ સત્રોમાં 3.53 ટકાનો ઉછાળો આવ્યો હતો.નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ બજેટ રજૂ કર્યું.

વર્ષ 2019 માં, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 5 જુલાઈએ મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સપ્તાહમાં સેન્સેક્સમાં 0.3 ટકાનો વધારો થયો હતો. તે પછીના સપ્તાહમાં 1.96 ટકાનો ઘટાડો થયો હતો.

વર્ષ 2018 માં, બજેટ પછીના સપ્તાહમાં સેન્સેક્સમાં 4.16 ટકાનો ઘટાડો થયો હતો. બજેટ પહેલાના સપ્તાહમાં સેન્સેક્સમાં 0.7 ટકાનો ઘટાડો થયો હતો. 1 જુલાઈએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું.

વર્ષ 2017 માં, બજેટ પહેલાના સપ્તાહમાં સેન્સેક્સ 2.8 ટકા વધ્યો હતો. બજેટ પછીના સપ્તાહમાં તે 0.53 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.

વર્ષ 2016 ના બજેટ પછી શેર બજારનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. બજેટ પહેલાં સેન્સેક્સમાં 3.3 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ બજેટ પછીના સપ્તાહમાં તેમાં 7.2 ટકાનો વધારો થયો હતો. તે વર્ષે પહેલી વાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાયું હતું.

વર્ષ 2015 માં, સેન્સેક્સ બજેટના પહેલાના અઠવાડિયામાં 1.33 ટકા વધ્યું હતું પરંતુ બજેટ રજૂ થયા પછીના સપ્તાહમાં તેમાં 1.76 ટકાનો ઘટાડો થયો હતો.

વર્ષ 2014 માં, 10 જુલાઈએ બજેટ રજૂ કરાયું હતું. મોદી સરકારનું આ પહેલું બજેટ હતું. તે વર્ષના બજેટ પહેલાના સપ્તાહમાં સેન્સેક્સમાં 1.75 ટકાનો ઘટાડો થયો હતો બજેટના પગલે સપ્તાહમાં 0.74 ટકાનો વધારો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">