Budget 2021: વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરામાંથી બાદ કરવાની ઓટો ડીલર્સ એસો. ની માંગ

|

Jan 22, 2021 | 3:33 PM

ઓટોમોબાઈલ ડીલરોની સંસ્થા Federation of Automobile Dealers Associations (F A D A)એ કહ્યું છે કે લોકોને વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરાની છૂટ આપવામાં આવે.

Budget 2021: વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરામાંથી બાદ કરવાની ઓટો ડીલર્સ એસો. ની માંગ
FADA ની માંગ છે કે વાહનોના ડેપ્રિસિએશન પર આવકવેરામાં મુક્તિ બજારમાં ડિમાન્ડ વધારવામાં મદદ કરશે. તેનાથી સરકારના જીએસટી કલેક્શનમાં પણ વધારો થશે.

Follow us on

Budget 2021: ઓટોમોબાઈલ ડીલરોની સંસ્થા Federation of Automobile Dealers Associations (F A D A)એ કહ્યું છે કે લોકોને વાહનોના ડેપ્રિસિએશનની રકમ આવકવેરાની છૂટ આપવામાં આવે. દર વર્ષે વાહનના મૂલ્યમાં આવતા ઘટાડાને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે.

જો વાહનોનું વેચાણ વધશે તો સરકારનું GST કલેક્શન પણ વધશે
FADA પ્રમુખ વિંકેશ ગુલાટીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ બજેટને અનુલક્ષીને આ જોગવાઈ કરવાની માંગ કરી છે. તેઓ કહે છે કે વાહનોના ડેપ્રિસિએશન પર આવકવેરામાં મુક્તિ બજારમાં ડિમાન્ડ વધારવામાં મદદ કરશે. તેનાથી સરકારના જીએસટી કલેક્શનમાં પણ વધારો થશે.

ઓટો ડીલર્સ પરના 0.1% TCS દૂર કરવાની માંગ
બજેટ માટેની ભલામણોમાં FADAએ ઓટો ડીલર્સને ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) ના દાયરામાંથી બાકાત રાખવા માંગ કરી છે. TCS દર 0.1% છે. ગયા વર્ષના બજેટમાં ઓટો ડીલરો માટે ટીસીએસ રજૂ કરવામાં આવ્યો હતો. તે 1 ઓક્ટોબર 2020 થી અમલમાં છે.FADA કહે છે કે ટીસીએસ એ ઓટોમોબાઈલ રિટેલ ઉદ્યોગ પર મોટો બોજો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ ભારતના અર્થતંત્રનો બેરોમીટર છે. તે 45 લાખ લોકોને રોજગારી આપે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટેક્સ ઘટાડવા જોઈએ
FADA એ માલિકીની અને ભાગીદારી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ દર ઘટાડવાની પણ માંગ કરી છે. સરકારે ગયા વર્ષે રૂ 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 25% કર્યો હતો. આ જ દર માલિકીની અને ભાગીદારી કંપનીઓને લાગુ પડે છે કારણ કે મોટાભાગના ઓટો ડીલરો આ કેટેગરીમાં આવે છે.

Next Article