5 લાખ સુધીની આવક પર તમને ટેક્સ લાગશે નહીં છતાં જો તમે રિટર્ન (ITR) ન ફાઈલ કરશો તો લાગશે હજારો રૂપિયાનો દંડ, જાણો ટેક્સની માયાજાળ સરળ શબ્દોમાં

5 લાખ સુધીની આવક પર તમને ટેક્સ લાગશે નહીં છતાં જો તમે રિટર્ન (ITR) ન ફાઈલ કરશો તો લાગશે હજારો રૂપિયાનો દંડ, જાણો ટેક્સની માયાજાળ સરળ શબ્દોમાં

જો તમારી વાર્ષિક આવક 5 લાખ સુધીની છે અને જો તમે વિચારો છો કે તમને ટેક્સમાંથી મુક્તિ મળી ગઈ છે પરંતુ ઈનક્મ ટેક્સ વિભાગ તમને સરળતાથી છોડવાનું નથી. તમે ઝીરો ટેક્સનો લાભ મેળવી શકો છો પરંતુ તેના માટે પણ તમારે ઈનક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. હાલમાં 60 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓને 3 લાખની આવક […]

Parth_Solanki

|

Feb 02, 2019 | 2:31 PM

જો તમારી વાર્ષિક આવક 5 લાખ સુધીની છે અને જો તમે વિચારો છો કે તમને ટેક્સમાંથી મુક્તિ મળી ગઈ છે પરંતુ ઈનક્મ ટેક્સ વિભાગ તમને સરળતાથી છોડવાનું નથી. તમે ઝીરો ટેક્સનો લાભ મેળવી શકો છો પરંતુ તેના માટે પણ તમારે ઈનક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. હાલમાં 60 વર્ષ સુધીની ઉંમરના વ્યક્તિઓને 3 લાખની આવક સુધી અને વરિષ્ઠ નાગરિકોને 2.50 લાખ સુધીની છૂટ મળે છે.

એટલે કે આ છૂટ મળેલ સીમાથી વધુની કમાણી કરતાં લોકોએ ઈનક્મ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કરવો જરૂરી છે. જેમને ITR ફાઈલ કરવા માટે 87A હેઠળ 5 લાખ સુધીની છૂટ પ્રાપ્ત કરી શકે છે. જો તે વિચારીને તમે ITR ફાઈલ નથી કરતાં તો તમારાં પર ઈનક્મ ટેક્સ વિભાગની નોટિસ પણ આવી શકે છે. એટલું જ નહીં તેના માટે ઈનક્મ ટેક્સ વિભાગ દંડ પણ ફટકારી શકે છે.

આ પણ વાંચો : છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

ઈનક્મ ટેક્સ રિટર્ન પર વિશેષજ્ઞોનું માનવું છે કે, 5 લાખ સુધીની આવક પર તમને ટેક્સમાં છૂટ મળી રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે રિટર્ન ફાઈલ કરવાનું નથી. તમારે તેમ છતાં પણ ITRમાં તમારે ઝીરો ટેક્સમાં લાભ લેવા માટે ગ્રોસ ટોટલ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. જેના માટે તમારી ગ્રોસ ટોટલ ઇનકમ બતાવવી જરૂરી છે.

આ ઉપરાંત જો તમારી ITR ફાઈલ કરવામાં પણ મોડાં પડશો તો તમને 234Fની હેઠળ 1 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો કે આ ઉપરાંત નોંધનીય વાત એ છે કે 5 લાખ સુધીની છૂટ માત્ર ભારતીયો માટે જ છે NRI માટે આ છૂટ આપવામાં આવી નથી. એટલું જ નહીં જો તમેે 31 ડિસેમ્બર પછી ફાઈલ કરશો તો પણ તમને 10 હજાર સુધીનો દંડ લાગી શકે છે. અને જેની પણ આવક 5 લાખથી ઓછી અને તેમને પણ જો ITR ફાઈલ ન કર્યું હશે તેને 5000 સુધીનો દંડ લાગી શકે છે.

[yop_poll id=”997″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati