કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી

કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું […]

Parth_Solanki

|

Feb 03, 2019 | 10:50 AM

લોકસભાની ચૂંટણી પહેલાં અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબ કામદારોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમની જાહેરાત કરી છે.

સરકાર તરફથી બજેટમાં કહેવામાં આવ્યું છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામકરી રહેલાં લોકોને નિવૃત થયા પછી આજીવન પેન્શન સ્વરૂપે રૂ. 3000 મળશે. આ યોજનામાં જોડાવવા માટે ખૂબજ નાની રકમનું રોકાણ કરવાનું રહેશે.

યોજના માટે જો કોઈ 18 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ 60 વર્ષ સુધી કામ કરવા માટે દર મહિને રૂ. 55 જમા કરવવાના રહેશે. જ્યારે 29 વર્ષની ઉપરના કામદારે રૂ. 100 જમાં કરવવાના રહેશે. આ માટે દર મહિને જેટલાનું રોકાણ કરશો તેટલું જ તમને વળતર મળશે.

આ પણ વાંચો : જો તમે WhatsApp યૂઝર્સ છો, તો એક ધમાકેદાર IDEA બદલી નાખશે આપની દુનિયા, મળશે પૂરા 35,60,000 રૂપિયા

નાણામંત્રી ગોયલે કહ્યું કે, આ પેન્શન સ્કીમ માટે સરકારે LICની મદદ માંગી છે. જેના દ્વારા પેન્શન આપવામાં આવશે. જો કે ખાસ વાત એ છેકે આ પેન્શન યોજનાનો લાભ તેવા કામદારોને જ મળશે જેમની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે. જેના માધ્યમથી સરકાર દેશના આશરે 10 કરોડ કામદારોને આ યોજનાથી જોડવા માંગે છે.

સરકારના આ પગલાંના કારણે નાના કામદારો જેમકે ડ્રાઈવર, પ્લમ્બર, ઘરકામ કરતાં નોકરોથી લઈ તમામ કામદારો જેની માસિક આવક રૂ.15 હજારથી ઓછી હશે તેમનો સમાવેશ કરવામાં આવે છે.

દેશમાં સૌથી કામદારો અસંગઠિત ક્ષેત્રમાં છે. જેમાં દેશમાં 50 કરોડની આસપાસ કામદારો છે. જેમાંથી 90 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.

[yop_poll id=”1032″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati