આ કંપનીએ એક ઝટકામાં કરી 800 કર્મચારીઓની હકાલપટ્ટી, ચારે તરફ થઈ રહી છે આલોચના

|

Mar 20, 2022 | 6:44 AM

કર્મચારીઓને કોઈપણ પૂર્વ સૂચના વગર કાઢી નાખવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે, પરંતુ કંપનીના એક એક્ઝિક્યુટિવે દાવો કર્યો છે કે તેમને ઈમેઈલ, પોસ્ટ, કુરિયર અને ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી.

આ કંપનીએ એક ઝટકામાં કરી 800 કર્મચારીઓની હકાલપટ્ટી, ચારે તરફ થઈ રહી છે આલોચના
P&O Ferries snatches job from 800 employees

Follow us on

એવું લાગી રહ્યું છે કે વિશાલ ગર્ગની આગેવાની હેઠળની બેટર ડોટ કોમ (Better.com) દ્વારા જે ‘ખરાબ’ વલણ સેટ કરવામાં આવ્યું હતું, જેનુ પાલન હવે અન્ય કંપનીઓ પણ કરી રહી છે. બેટર ડોટ કોમે તેના 900 કર્મચારીઓને ઝૂમ કોલ પર એક ક્ષણમાં કાઢી મૂક્યાના થોડા મહિનાઓ પછી હવે એક બ્રિટિશ ફર્મે આવું જ કર્યું છે. બ્રિટનની (Britain) શિપિંગ કંપની પીએન્ડઓ ફેરીઝે (P&O Ferries) પણ ત્રણ મિનિટના ઝૂમ કોલ પર 800થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે, જેની દરેક દ્વારા આલોચના કરવામાં આવી રહી છે. કંપનીએ બે દિવસ પહેલા આ મોટી જાહેરાત અંગે પોતાના કર્મચારીઓને વીડિયો સંદેશ મોકલ્યો હતો.

પીએન્ડઓ ફેરીઝના ચીફે તેમના ઝૂમ કોલ દરમિયાન કહ્યું ‘મને જણાવતા ખેદ થાય છે કે તમે બધાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આજે તમારી નોકરીનો છેલ્લો દિવસ છે.’ જોકે અધિકારીએ કહ્યું કે કર્મચારીને વળતર આપવામાં આવશે, પરંતુ આ જાહેરાતથી કર્મચારીઓ આઘાતમાં મુકાઈ ગયા છે.

કંપનીને બે વર્ષમાં થયુ 20 કરોડ પાઉન્ડનું નુક્સાન

કર્મચારીઓને કોઈપણ પૂર્વ સૂચના વગર કાઢી નાખવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે, પરંતુ કંપનીના એક એક્ઝિક્યુટિવે દાવો કર્યો છે કે તેમને ઈમેઈલ, પોસ્ટ, કુરિયર અને ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી. કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે તેને બે વર્ષમાં 20 કરોડ પાઉન્ડનું નુકસાન થયું છે. તેણે નિવેદનમાં કહ્યું કે તેમની પાસે 800થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કંપનીના આ નિર્ણયની દેશના રાજનેતાઓએ પણ આકરી ટીકા કરી છે. બ્રિટિશ સાંસદ કાર્લ ટર્નરે કર્મચારીઓની અમાનવીય છટણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘કંપનીને આપવામાં આવેલા તમામ પૈસા પાછા લેવા જોઈએ. સરકારે કંપનીને કહેવું જોઈએ કે તેઓ વર્કર્સ યુનિયન સાથે વાત કરે અને તેમની સાથે કોઈ ડીલ કરે.

જ્યારે બેટર ડોટ કોમે ઝૂમ કોલ પર 900 કર્મચારીઓની છટણી કરી હતી

આ પહેલીવાર નથી જ્યારે કોઈ પૂર્વ સૂચના વગર ઝૂમ કોલ પર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોય. બેટર ડોટ કોમના સીઈઓ વિશાલ ગર્ગને સોશિયલ મીડિયા પર ઝુમ કોલ પર કર્મચારીઓને છૂટા કરવા બદલ ઘણા ટ્રોલ કરવામાં આવ્યા અને તેમની આલોચના પણ થઈ હતી. ત્યારબાદ ગર્ગને ટૂંકા બ્રેક પર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તે પોતાની સ્થિતિ પર પાછો ફર્યા હતા. ગર્ગની વાપસીથી નાખુશ, વરિષ્ઠ અધિકારીઓએ કંપની છોડી દીધી હતી.

આ પણ વાંચો :  India-Japan Summit: PM કિશિદાની ભારત સાથે જૂની મિત્રતા, PM મોદીએ કહ્યું- જાપાન કરશે 3.2 લાખ કરોડનું રોકાણ

Next Article