AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હવે US માં પણ UPI થી કરી શકાશે ‘પેમેન્ટ’, Bank of America લાવશે ‘Zelle-UPI’ ની ‘ખાસ સુવિધા’

ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે વૈશ્વિક સ્તરે પોતાનો દબદબો સતત વધારી રહ્યું છે. અત્યાર સુધી વિદેશથી ભારતમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે જે લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, તે હવે ખૂબ સરળ બનવા જઈ રહ્યું છે. વાત એમ છે કે, Bank of America અમેરિકાના પેમેન્ટ નેટવર્ક Zelle ને ભારતના UPI સાથે જોડવા પર કામ કરી રહ્યું છે.

Breaking News: હવે US માં પણ UPI થી કરી શકાશે 'પેમેન્ટ', Bank of America લાવશે 'Zelle-UPI' ની 'ખાસ સુવિધા'
Image Credit source: AI Generated
| Updated on: Sep 11, 2026 | 7:11 PM
Share

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ Unified Payments Interface એટલે કે UPI હવે અમેરિકામાં પણ ઉપલબ્ધ થઈ શકે છે. આ માટે Bank of America (BofA) અમેરિકાના પેમેન્ટ નેટવર્ક Zelle ને ભારતના UPI સિસ્ટમ સાથે જોડવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું પાઇલટ શરુ કરવામાં આવશે અને આશા છે કે, આ સુવિધા વર્ષના અંત સુધીમાં અમેરિકામાં ઉપલબ્ધ થઈ શકે છે.

ભારતીય દૂતાવાસે 9 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા જણાવ્યું કે, Bank of America Zelle-UPI બ્રિજ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ Early Warning Services સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે Zelle નું નેટવર્ક ઓપરેટર છે.

Zelle-UPI થી સરળ થશે ‘ક્રોસ બોર્ડર પેમેન્ટ’

Early Warning Services એ 11 જૂને ઘોષણા કરી હતી કે, ભારત પહેલો એવો દેશ હશે, જ્યાં અમેરિકી ગ્રાહકો Zelle દ્વારા પેમેન્ટ કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારત દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવતા દેશોમાંનો એક છે. તેથી, અમેરિકાથી ભારત પૈસા મોકલનારાઓ માટે આ એક મહત્વપૂર્ણ માર્કેટ છે.

જો આ સુવિધા શરૂ થાય છે તો અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને NRIs અને ભારતીય પ્રોફેશનલ્સને પરિવાર અને મિત્રોને ભારત પૈસા મોકલવામાં સરળતા રહેશે. તેમને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર માટે અલગ પ્રક્રિયા અપનાવવાની જરૂરિયાત ઘટી શકે છે.

અમેરિકાથી ભારતને મળે છે ‘અરબો ડોલરનું રેમિટન્સ’

ભારતને મળતા રેમિટન્સમાં અમેરિકાનો મોટો હિસ્સો છે. રિપોર્ટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતને કુલ 135.46 અબજ ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. આમાં લગભગ 37 અબજ ડોલર અમેરિકાથી આવ્યા હતા.

આ જ કારણે Zelle-UPI કનેક્શનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સુવિધા શરૂ થયા પછી ગ્રાહકો પોતાની ડિજિટલ બેંકિંગ સિસ્ટમ દ્વારા જ આંતરરાષ્ટ્રીય ચુકવણી કરી શકશે.

UPIનો વધી રહ્યો છે ‘ગ્લોબલ વિસ્તાર’

UPI હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના જણાવ્યા અનુસાર, UPI 11 દેશોમાં ઉપલબ્ધ થઈ ચૂક્યું છે અને તેના દ્વારા ભારતીય બેંક એકાઉન્ટમાંથી વિદેશોમાં ચુકવણી કરવી સરળ બની રહી છે. Zelle સાથે જોડાયા પછી અમેરિકા પણ UPIના ગ્લોબલ નેટવર્કનો હિસ્સો બની શકે છે.

Bank of America એ જણાવ્યો પોતાનો પ્લાન

મીડિયા રિપોર્ટ અનુસાર, Bank of America ના ગ્લોબલ હેડ ઓફ ટ્રાન્ઝેક્શનલ FX, ક્રોસ-બોર્ડર રિયલ ટાઈમ પેમેન્ટ અને ક્લિયરિંગ Daniel Stanton એ જણાવ્યું કે, બેંક ક્રોસ બોર્ડર પેમેન્ટને ઝડપી, પારદર્શી અને ઉત્તમ બનાવવા પર કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે, ભારત આ બદલાવ માટે એક મહત્વપૂર્ણ માર્કેટ છે, કારણ કે અહીં મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હયાત છે અને દેશ વૈશ્વિક વેપારમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે, Bank of America અનેક દેશોમાં રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં ભારત પણ જોડાયેલ છે.

Zelle-UPI બ્રિજથી ગ્રાહકોને મળશે ‘નવો વિકલ્પ’

જો પાઇલટ પ્રોજેક્ટ સફળ થાય છે અને આ સિસ્ટમ આગળ વધે છે, તો ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય પૈસા મોકલવા માટે એક નવો વિકલ્પ મળશે. આ સુવિધા Zelle ના હાલના ડિજિટલ અનુભવ અને સુરક્ષા વ્યવસ્થા સાથે કામ કરવાનો પ્રયાસ કરશે.

UPI ને National Payments Corporation of India (NPCI) સંચાલિત કરે છે, જ્યારે Early Warning Services ની માલિકી અમેરિકાના મોટા નાણાકીય સંસ્થાઓ પાસે છે. આમાં Bank of America, Capital One, JPMorgan Chase, PNC Bank, Truist, US Bank અને Wells Fargo નો સમાવેશ થાય છે.

Breaking News: ‘Trump’ લાખો ભારતીયોની ઊંઘ ઉડાડશે ? US રાષ્ટ્રપતિ H-1B વિઝાનો ગ્રેસ પિરિયડ ખતમ કરવાની તૈયારીમાં

Follow Us
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
શ્યામ સંગીની માર્કેટ આગ કેસ: જાણીજોઈને લગાવી હતી આગ
g clip-path="url(#clip0_868_265)">