BPCL Q4 Result : સરકાર પોતાની જે કંપનીમાંથી હિસ્સો વેચી રહી છે તેણે 11,940 કરોડ રૂપિયાનો નફો કર્યો, શેર દીઠ રૂ. 58 નું ડિવિડન્ડ આપ્યું
સરકારી તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(bharat petroleum corporation limited ) દ્વારા બુધવારે ત્રિમાસિક પરિણામ જાહેર કરાયા છે.

સરકારી તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(bharat petroleum corporation limited ) દ્વારા બુધવારે ત્રિમાસિક પરિણામ જાહેર કરાયા છે. જેમાં કંપનીને 11,940 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ શેરધારકોને ઇક્વિટી શેર દીઠ રૂ 58 નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.
આ ત્રિમાસિક આંકડા મુજબ કંપનીની આવક વાર્ષિક ધોરણે 21.5 ટકા વધીને 98,755.6 કરોડ રૂપિયા થઈ છે જે વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણી વધારે છે. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 58 ના અંતિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. ઇક્વિટી શેર દીઠ રૂ. 35 ના વિશેષ ડિવિડન્ડનો પણ તેમાં સમાવેશ થાય છે. વિશેષ ડિવિડન્ડ બીપીસીએલ ટ્રસ્ટ સાથે જોડાયેલી કંપની દ્વારા વેચવામાં આવેલા શેર્સમાંથી મેળવેલી આવક સાથે સંબંધિત છે.
અંતિમ ડિવિડન્ડ તેની જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર AGM માં ચૂકવવામાં આવશે. કંપની દ્વારા વાર્ષિક ચૂકવવામાં આવનાર વચગાળાના ડિવિડન્ડ અંતિમ ડિવિડન્ડ ઉપરાંત છે જે ઇક્વિટી શેર દીઠ રૂપિયા 21 છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સમાન ગાળામાં બીપીસીએલની આવક આશરે રૂ 3,30,662 કરોડ હતી. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને 2,958 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું પરંતુ આ વખતે કંપની તેની આવકમાં વધારો થવાની અપેક્ષા અગાઉથી રાખી હતી. આ કારણોસર પરિણામો જાહેર થયા બાદ શેરહોલ્ડરોને ફાયદો થશે.
રિફાઇનરીમાં હિસ્સો વેચવાથી ફાયદો થયો ક્વાર્ટર દરમિયાન કંપનીએ પેટાકંપની નુમલીગઢ રિફાઇનરીમાં હિસ્સો વેચીને રૂ 9,422 કરોડનો નફો કર્યો હતો. જોકે પેટાકંપની ભારત પેટ્રો રિસોર્સિસમાં કંપનીને 2,032.8 કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે.
બીપીસીએલના ખાનગીકરણના પ્રયાસ ચાલે છે સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માં 52.98 ટકા હિસ્સો વેચી રહી છે. આ માટે સરકારે બિડને આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણયથી 45 હજાર કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવી શકે છે. દેશની દિગ્ગજ કાપમની વેદાંતે આ બોલીમાં રસ દાખવ્યો હતો.
