Bournvita નથી હેલ્થ ડ્રિંક ! સરકારે આપી ચેતવણી, કહ્યું- હેલ્ધી ડ્રિંકની શ્રેણીમાંથી હટાવો

|

Apr 13, 2024 | 6:57 PM

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 10 એપ્રિલે તમામ ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિત આવા તમામ પીણાંને "હેલ્થ ડ્રિંક્સ"ની શ્રેણીમાંથી દૂર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.

Bournvita નથી હેલ્થ ડ્રિંક ! સરકારે આપી ચેતવણી, કહ્યું- હેલ્ધી ડ્રિંકની શ્રેણીમાંથી હટાવો
Bournvita is not health drink

Follow us on

ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ ઈ-કોમર્સ કંપનીઓને હેલ્થ ડ્રિંક પર એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે બોર્નવિટા હેલ્થ ડ્રિંક નથી. જેથી તેને હેલ્દી ડ્રિંકની શ્રેણીમાં સામેલ ન કરે. મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર બોર્નવિટા સહિતની વેબસાઈટ પરથી હેલ્ધી બેવરેજીસની કેટેગરી દૂર કરવી જોઈએ.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા તપાસ બાદ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.  NCPCRને તપાસમાં જાણવા મળ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કોઈ હેલ્થ ડ્રિંક નથી. આવી સ્થિતિમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓ અથવા પોર્ટલને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના પ્લેટફોર્મ પરથી હેલ્ધી ડ્રિંક્સની શ્રેણીમાંથી બોર્નવિટા સહિતના ડ્રિંક્સ અથવા પીણાંને દૂર કરે.

‘હેલ્થ ડ્રિંક’, ‘એનર્જી ડ્રિંક’ કેટેગરીમાં વેચાતા પીણાં

એપ્રિલની શરૂઆતમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને તેમની વેબસાઈટ પર વેચાતા તમામ ખાદ્ય ઉત્પાદનોની યોગ્ય વર્ગીકરણ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

FSSAI અનુસાર, ‘પ્રોપઇટર ફૂડ’ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ખાદ્ય ઉત્પાદનો ડેરી-આધારિત ડ્રિંક મિક્સ અથવા અનાજ-આધારિત પીણા મિશ્રણની શ્રેણી હેઠળ ‘હેલ્થ ડ્રિંક્સ’, ‘એનર્જી ડ્રિંક્સ’ વગેરેની શ્રેણી હેઠળ ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચવામાં આવે છે.

‘હેલ્થ ડ્રિંકની કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી’

FSSAI એક્ટ 2006ના નિયમો હેઠળ હેલ્થ ડ્રિંકની કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી. આવી સ્થિતિમાં તેમને હેલ્ધી ડ્રિંક્સ અથવા એનર્જી ડ્રિંક્સ તરીકે લેબલ ન કરો. FSSAIએ કંપનીઓને ચેતવણી આપી છે કે ખોટા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. આવી સ્થિતિમાં આ પીણાંને હેલ્ધી ડ્રિંક્સ કે એનર્જી ડ્રિંક્સમાં સામેલ ન કરો. તેને આ શ્રેણીમાંથી કાઢી નાખવો જોઈએ.

FSSAI એ સ્પષ્ટ કર્યું કે એનર્જી ડ્રિંક્સ શબ્દ માત્ર કાર્બોનેટેડ અને નોન-કાર્બોરેટેડ વોટર ડ્રિંક્સ જેવા ઉત્પાદનો પર માન્ય છે. FSSAI કહે છે કે આ સુધારાત્મક કાર્યવાહીનો હેતુ ઉત્પાદનની સ્પષ્ટતા અને પારદર્શિતા વધારવાનો છે જેથી કરીને ગ્રાહકો કોઈપણ ભ્રામક માહિતીનો સામનો કર્યા વિના યોગ્ય પસંદગી કરી શકે.

Published On - 2:56 pm, Sat, 13 April 24

Next Article