બોલીવુડ અભિનેતા સલમાન ખાને શોર્ટ વિડીયો એપ Chingari માં રોકાણ કર્યું , બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા

બોલીવુડ અભિનેતા સલમાન ખાને(Salman Khan) ઇન્ડિયન શોર્ટ વીડિયો એપ ચિંગારી (Chingari)માં રોકાણ કર્યું છે. ભારતની સૌથી ઝડપથી વિકસતી મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન, ચિંગારી (Chingari)એ આજે ​​સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે જાહેરાત કરી છે.

  • Ankit Modi
  • Published On - 10:02 AM, 3 Apr 2021
બોલીવુડ અભિનેતા સલમાન ખાને શોર્ટ વિડીયો એપ Chingari માં રોકાણ કર્યું , બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા
બૉલીવુડ અભિનેતા સલમાનખાને Chingari એપમાં રોકાણ કરવા સાથે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાને(Salman Khan) ઇન્ડિયન શોર્ટ વીડિયો એપ ચિંગારી (Chingari)માં રોકાણ કર્યું છે. ભારતની સૌથી ઝડપથી વિકસતી મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન, ચિંગારી (Chingari)એ આજે ​​સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે જાહેરાત કરી છે. જોકે, કંપનીએ કહ્યું નથી કે સલમાને કેટલું રોકાણ કર્યું છે.

Chingariના સહ-સ્થાપક અને સીઈઓ સુમિત ઘોષે કહ્યું કે સલમાનની Chingari માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી છે. અમે ભારતના દરેક રાજ્યમાં પહોંચવા માંગીએ છીએ અને અમારા માટે આનંદની વાત છે કે સલમાન ખાન અમારી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારું માનવું છે કે અમારી ભાગીદારી નજીકના ભવિષ્યમાં (Chingari)ને વધુ ઉંચાઈ પર લાવવામાં મદદ કરશે.

ઘોષે કહ્યું કે તેમને આ ભાગીદારીથી સારી સફળતાનો વિશ્વાસ છે. સલમાન ખાને કહ્યું કે ચિંગારી તેના ગ્રાહકો અને કન્ટેન્ટ નિર્માતાઓમાં મૂલ્ય ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે મને ગમે છે કે આટલા ટૂંકા સમયમાં ચિંગારીનો આકાર કેવી રીતે બન્યો છે. ગ્રામીણથી લઈને શહેરી વિસ્તારોમાં લાખો લોકોને તેમની અનન્ય પ્રતિભા દર્શાવવાની તક આપનારુ એક મંચ છે.

આ લોકોએ પણ રોકાણ કર્યું
ડિસેમ્બર 2020 સુધીમાં ચિંગારીએ ભારતમાં અને વિશ્વભરમાં તેના બ્લુ ચિપ બેન્કરો પાસેથી 1.4 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. ચિંગારીના રોકાણકારોમાં એન્જલ લિસ્ટ, આઈ સીડ, વિલેજ ગ્લોબલ, બ્લૂમ ફાઉન્ડર્સ ફંડ, જસમિંદર સિંહ ગુલાટી અને અન્ય નામાંકિત નામો સાથેના અન્ય પ્રતિષ્ઠિત રોકાણ સંગઠનોનો સમાવેશ થાય છે. ચિંગારીએ તાજેતરમાં ઓનમોબાઈલની લીડરશીપ હેઠળ 13 મિલિયન ડોલરના ભંડોળના નવા રાઉન્ડને ક્લોઝ કર્યો છે. આ રાઉન્ડમાં ભાગ લેનારા અન્ય રોકાણકારોમાં રિપબ્લિક લેબ્સ યુ.એસ., એસ્ટાર્ક વેન્ચર્સ, વ્હાઇટ સ્ટાર કેપિટલ, ઇન્ડિયા ટીવી (રજત શર્મા), જેપીઆઇએન વેન્ચર્સ કેટેલિસ્ટ્સ લિમિટેડ, પ્રોફિટબોર્ડ વેન્ચર્સ અને યુકે તરફથી કેટલાક મોટા ફેમિલી ઓફિસ ફંડ્સ શામેલ છે.

જાણો ચિંગારી એપ વિશે
ચિંગારી એ ભારતની સૌથી લોકપ્રિય મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશનોમાંની એક છે. તેની માલિકી ટેક 4 બિલિયન મીડિયા પ્રા.લિ.(Tech4Billion Media Private Limited) પાસે છે. આ એપ્લિકેશન દ્વારા યુઝર્સ અંગ્રેજી અને હિન્દી સહિત 12 થી વધુ ભાષાઓમાં વિડિઓઝ બનાવી અને અપલોડ કરી શકે છે. ચિંગારીના 56 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. ભારતમાં તેનો યુઝર બેઝ દર મિનિટે વધી રહ્યો છે.