BITCOIN 43000 ડોલરને પાર પહોંચ્યો, ELON MUSK દ્વારા TESLA ના રોકાણના નિવેદન પછી બિટકોઇનમાં 13% નો ઉછાળો આવ્યો

|

Feb 09, 2021 | 7:48 AM

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(TESLA)એ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું ELON MUSK ના નિવેદન કરતા ભારતીય સમય અનુસાર સાંજે 7.40 વાગ્યે બિટકોઇન 12.71% વધીને, 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો.

BITCOIN 43000 ડોલરને પાર પહોંચ્યો, ELON MUSK દ્વારા TESLA ના રોકાણના નિવેદન પછી બિટકોઇનમાં 13% નો ઉછાળો આવ્યો
BITCOIN

Follow us on

સૌથી વધુ ચર્ચિત ક્રિપ્ટોકરન્સી બિટકોઇન (BITCOIN)નું મૂલ્ય લગભગ 13% ઉછાળા સાથે સોમવારે નવી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (TESLA)એ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું ELON MUSK ના નિવેદન કરતા ભારતીય સમય અનુસાર સાંજે 7.40 વાગ્યે બિટકોઇન 12.71% વધીને, 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો.

કોઈનમાર્કેટકેપ અનુસાર, છેલ્લા 24 કલાકમાં તે, 43,978.25 ની ટોચને સ્પર્શી ગયો છે. 10 દિવસ પહેલા ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને બિટકોઇનને તેના એક સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સમાં ટેગ કર્યાં હતાં. તે દિવસ પછી બિટકોઇન ઉછળ્યો છે. ટેસ્લા કંપનીએ સોમવારે એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં બિટકોઇનમાં તેની કાર અને અન્ય ઉત્પાદનો માટે ચૂકવણી સ્વીકારવાની આશા રાખે છે.

બિટકોઇન એક રોકાણ માધ્યમ તરીકે લોકપ્રિય થઈ રહ્યું છે
ટેસ્લાના રોકાણએ ફરી એકવાર સંકેત આપ્યો છે કે બિટકોઇન રોકાણના માધ્યમ તરીકે સ્વીકૃતિ મેળવવાનું ચાલુ રાખે છે. આજે, જ્યારે વિશ્વભરની સરકારો મોટા પાયે રાહત પેકેજો આપી રહી છે અને સેન્ટ્રલ બેંકો મોટા પ્રમાણમાં ચલણી નોટો છાપતી હોય છે ત્યારે બિટકોઇનમાં વિશ્વાસ ધરાવતા લોકો કહે છે કે બિટકોઇન મોંઘવારીના પ્રભાવથી સંપત્તિના મૂલ્યને બચાવી શકાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટૂંક સમયમાં 45,000 ડોલર સુધી પહોંચી શકે છે
એક બજાર વિશ્લેષકએ જણાવ્યું હતું કે જો રિટેલ અને સંસ્થાકીય રોકાણ આવતા મહિના સુધી બિટકોઇનમાં રોકાણ કરવાનું ચાલુ રાખે તો તે 45,000 ની સપાટીને પાર કરી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં, બિટકોઇને આશરે 50% રિટર્ન આપ્યું છે. 2 જાન્યુઆરી, 2021 ના ​​રોજ, બિટકોઇન આશરે 30,000 પર વેપાર કરી રહ્યો હતો.

Next Article