AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટુંક સમયમાં વધવા જઈ રહ્યા છે બિસ્કીટના ભાવ, વર્તમાન ભાવમાં થઈ શકે છે 10થી 20 ટકાનો વધારો

મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડવા જઈ રહ્યો છે. બિસ્કીટ બનાવતી એક જાણીતી કંપની તેના ઉત્પાદનમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કરવા જઈ રહી છે.

ટુંક સમયમાં વધવા જઈ રહ્યા છે બિસ્કીટના ભાવ, વર્તમાન ભાવમાં થઈ શકે છે 10થી 20 ટકાનો વધારો
Biscuit price rise (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:50 PM
Share

Biscuit price rise: ખાદ્યતેલોના ભાવમાં વધારા બાદ બિસ્કિટના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. બિસ્કિટની દુનિયામાં નામના ધરાવતી કંપની પારલે પ્રોડક્ટ્સ બીજી વખત બિસ્કિટની કિંમતમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. નાસ્તા અને કન્ફેક્શનરીના ભાવ ખૂબ જ જલ્દી વધી શકે છે. પારલેએ કહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં બીજી વખત દરો વધારવામાં આવશે. વર્તમાન નાણાકીય વર્ષ (2022)ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં બિસ્કિટના ભાવમાં 10-20 ટકાનો વધારો થવાની સંભાવના છે.

આ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં પારલેમાં 10-15%નો વધારો થયો છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કંપની તરફથી આ વાત સામે આવી છે. કંપનીનું કહેવું છે કે દેશમાં તેલ, લોટ અને ખાંડની કિંમતોમાં વધારાને કારણે બિસ્કિટની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. બિસ્કિટ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા ઘટકોના ભાવમાં વધારો થતાં બિસ્કિટના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પારલે તેના આગામી તબક્કામાં બિસ્કિટ, કન્ફેક્શનરી અને નાસ્તા જેવી તમામ રેન્જ પરના દરમાં વધારો કરવા જઈ રહ્યું છે.

કેટલો વધશે દર

રિપોર્ટ અનુસાર પારલે તેના 300 ગ્રામ મઠરી (રસ્ક) પેકેટના દરમાં 10 રૂપિયા (Biscuit price rise) વધારો કરશે. પારલે બિસ્કીટની વિવિધતામાં પારલે જી, ક્રેકજેક વગેરેની કિંમતોમાં 5-10 ટકાનો વધારો થઈ શકે છે. રસ્કના 400 ગ્રામના પેકેટની કિંમત 4 રૂપિયા સુધી વધી શકે છે. જે પેકેટનું વજન ઓછું છે તેના ભાવમાં વધારો થશે નહીં કારણ કે કંપનીએ પેકેટનું વજન ઘટાડ્યું છે. 10થી 30 રૂપિયાની કિંમતની પ્રોડક્ટ આ કેટેગરીમાં આવે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાનું પેકેટ એટલાનું જ રહેશે, પરંતુ તેનું વજન થોડું ઓછું થઈ જશે.

તાજેતરમાં જ પાર્લેના સિનિયર ડિવિઝન હેડ માર્કેટિંગ હેડ બી ક્રિષ્ના રાવે જણાવ્યું હતું કે “ઈનપુટના ભાવમાં વધારો થયો છે. આનાથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને અમે હકીકતમાં એ સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય વર્ષમાં તેમની કિંમતમાં 15%થી વધુ વધારો ન થાય.” 15% ભાવ વધારો ત્યારે કરવામાં આવે છે, જ્યારે કોઈ ચોક્કસ ઉત્પાદન માટે ગ્રાહકની માંગ ઘટવા લાગે છે.

70% માર્કેટ પર પાર્લેનો કબજો છે

પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત પાર્લે-જી(Parle G) અથવા પાર્લે ગ્લુકોઝ બિસ્કીટે ભારતનો સૌથી લોકપ્રિય બિસ્કીટ છે. પાર્લે-જી ભારતના સૌથી વધુ વેચાટી બિસ્કીટ બ્રાન્ડની સાથે-સાથે બ્રાન્ડના સૌથી જૂના નામ પૈકીનું એક છે. પાર્લે ભારતમાં ગ્લુકોઝ બિસ્કિટના 70% બજાર ઉપર કબજો ધરાવે છે.

આ પણ વાંચો :  ભારતની ડિજિટાઈઝેશન ડ્રાઈવ પર SAP ઈન્ડિયાનો મોટો દાવ, જાણો શું કહ્યું MD કુલમિત બાવાએ ?

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">