AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST કલેક્શન સરકારને મોટી સફળતા, ડિસેમ્બરમાં ટેક્સ કલેક્શનમાં 15 ટકાનો વધારો

Gst Collection : ડિસેમ્બર 2022માં GSTની આવક 15 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડને પાર કરી ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ માહિતી આપી છે.

GST કલેક્શન સરકારને મોટી સફળતા, ડિસેમ્બરમાં ટેક્સ કલેક્શનમાં 15 ટકાનો વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 9:39 PM
Share

નાણા મંત્રાલયના જણાવ્યા  અનુસાર ડિસેમ્બર 2022માં GSTની આવક 15 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડને પાર કરી ગઈ છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2022 દરમિયાન કુલ જીએસટી આવક 1,49,507 કરોડ રૂપિયા એકત્ર થઈ છે. જેમાં સીજીએસટી રૂ. 26,711 કરોડ, એસજીએસટી રૂ. 33,357 કરોડ, આઇજીએસટી રૂ. 78,434 કરોડ (જેમાં માલની આયાત પર એકત્ર કરાયેલા રૂ. 40,263 કરોડનો સમાવેશ થાય છે) અને સેસ રૂ. 11,005 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 850 કરોડ સહિત) રહ્યુ છે.

સળંગ 10મા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુની આવક

ડિસેમ્બર સતત 10મો મહિનો છે, જ્યારે જીએસટીની આવક રૂ. 1.40 લાખ કરોડથી વધુ રહી છે. નવેમ્બર 2022 માં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માંથી કલેક્શન લગભગ 1.46 લાખ કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર 2022ની આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 15 ટકા વધુ છે.

મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 8 ટકા રહી હતી અને ઘરેલું ટ્રાંન્ઝેક્શન (જેમાં સેવાઓની આયાતનો સમાવેશ થાય છે) ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થયેલી આવક કરતાં 18 ટકા વધુ હતો.

નવેમ્બર 2022 ના મહિના દરમિયાન, 7.9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ઓક્ટોબર 2022 માં જનરેટ થયેલા 7.6 કરોડ ઈ-વે બિલ કરતાં ઘણું વધારે હતું.

GST શું છે?

તમને જણાવી દઈએ કે GST એક એવો કર છે, જે ભારતમાં ઉત્પાદનો અને સેવાઓની સપ્લાય પર વસૂલવામાં આવે છે. અગાઉના પરોક્ષ કર (VAT), સર્વિસ ટેક્સ, પરચેઝ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને અગાઉના ઘણા પરોક્ષ કરને બદલવા માટે 2017 માં તેનો અમલ કરવામાં આવ્યો હતો. ભારતમાં જીએસટી માટે નોંધણીની મર્યાદા અગાઉ 20 લાખ રૂપિયા હતી. હવે તે વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે રૂ. 40 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ વ્યવસાયો માટે જીએસટી નોંધણી કરાવવી જરૂરી છે.

રેસ્ટોરન્ટની વાર્ષિક કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ છે તો GST માટે રજિસ્ટ્રેશન કરાવવું

GST 2017 હેઠળ નોંધણી કરાવવા માટે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ટર્નઓવર રૂ. 10 લાખ હોવું જોઈએ. મોટાભાગના રાજ્યોમાં, 20 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતી રેસ્ટોરન્ટને GST માટે નોંધણી કરાવવી પડે છે. બીજી તરફ સ્પેશિયલ કેટેગરીના રાજ્યમાં રેસ્ટોરન્ટની વાર્ષિક કુલ આવક 10 લાખ રૂપિયાથી વધુ છે તો GST માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">