સરકારને મોટી રાહત, ઓક્ટોબરમાં GST કલેક્શન 1.5 લાખ કરોડને પાર

|

Nov 01, 2022 | 3:10 PM

જીએસટી લાગુ થયા બાદ આ બીજો મહિનો છે જ્યારે કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે. આ સતત 8મો મહિનો છે જ્યારે કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે.

સરકારને મોટી રાહત, ઓક્ટોબરમાં GST કલેક્શન 1.5 લાખ કરોડને પાર

Follow us on

વિશ્વભરના અર્થતંત્રોમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે, ત્યારે સ્થાનિક અર્થતંત્રના સંકેતો મજબૂત રહે છે. જીએસટી કલેક્શનના આજે જે આંકડા આવ્યા છે તે પણ એક મજબૂત બાબત કહી રહ્યા છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે. આ છેલ્લા 6 મહિનામાં સૌથી ઉંચુ સ્તર છે અને GST લાગુ થયા પછીનું બીજું સૌથી ઉંચુ સ્તર છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ અત્યાર સુધીનો સતત નવમો અને આઠમો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

સંગ્રહ કેટલો હતો

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનામાં GSTથી 1,51,718 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં CGST રૂ. 26,039 કરોડ, SGST રૂ. 33,396 કરોડ, IGST રૂ. 81778 કરોડ અને સેસ રૂ. 10505 કરોડ. જીએસટી કલેક્શનનો આ બીજો સૌથી વધુ આંકડો છે. અગાઉ, એપ્રિલમાં કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું.

જે અત્યાર સુધીના કોઈપણ મહિનામાં નોંધાયેલું સૌથી વધુ GST કલેક્શન છે. અત્યાર સુધીમાં માત્ર બે વખત GST કલેક્શન 1.5 લાખ કરોડને પાર કરી શક્યું છે. જે એપ્રિલ અને ઓક્ટોબર 2022માં નોંધવામાં આવ્યું છે. ત્રીજો સૌથી વધુ આંકડો જુલાઈ 2022માં નોંધાયો હતો જ્યારે કલેક્શન 1.49 લાખ કરોડની નજીક હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રદર્શન કેવું રહ્યું

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં GST કલેક્શનની દ્રષ્ટિએ સૌથી સારી વૃદ્ધિ લદ્દાખમાં નોંધાઈ હતી, જ્યાં કલેક્શનમાં 74 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં કલેક્શન 19355 કરોડ રૂપિયાથી વધીને 23 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

મહારાષ્ટ્ર સિવાય માત્ર કર્ણાટક બીજું રાજ્ય હતું જેનું કલેક્શન ઓક્ટોબર દરમિયાન 10 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્યોમાં સામેલ છે જેમનું મહિના દરમિયાન GST કલેક્શન 5 થી 10 હજાર કરોડ રૂપિયાની વચ્ચે રહ્યું છે.

ઈ-વે બિલ ડેટા

સપ્ટેમ્બર 2022માં 8.3 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા છે, જે ઓગસ્ટના 7.7 કરોડ ઈ-વે બિલથી સારો વધારો ગણી શકાય. દેશમાં જીએસટી કલેક્શન મોરચે આ રાહતના સમાચાર છે.

GSTથી સરકારી તિજોરી ભરાઈ રહી છે

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ સરકારી તિજોરીમાં દર મહિને સારી એવી રકમ આવી રહી છે. GST રેવન્યુમાં વધારો એ સંકેત છે કે અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે અને સરકાર GST થી સારી કમાણી કરી રહી છે.

Next Article