લાંબા સમય બાદ Gautam Adaniને મોટી રાહત, વધી સંપત્તિ તો હવે અદાણી પોર્ટ્સ દેવું પુરુ કરશે

|

Feb 08, 2023 | 9:46 AM

શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. નિષ્ણાંતોના મતે લોન પ્રીપેમેન્ટની જાહેરાત અને કેટલીક કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોના કારણે કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયા આગળ વધી શકે છે.

લાંબા સમય બાદ Gautam Adaniને મોટી રાહત, વધી સંપત્તિ તો હવે અદાણી પોર્ટ્સ દેવું પુરુ કરશે
Big relief to Gautam Adani after a long time

Follow us on

ગૌતમ અદાણી માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ સારા પસાર થઈ રહ્યા છે. ગ્રુપ કંપનીઓના શેરમાં રિકવરી ફરી રહી છે. જેની અસર તેની સંપત્તિમાં પણ જોવા મળી રહી છે. લગભગ 3 અઠવાડિયા પછી, ગૌતમ અદાણીની નેટવર્થમાં વધારો થયો છે. મંગળવારે શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. નિષ્ણાંતોના મતે લોન પ્રીપેમેન્ટની જાહેરાત અને કેટલીક કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોના કારણે કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયા આગળ વધી શકે છે.

20 જાન્યુઆરી પછી પ્રથમ વખત સંપત્તિમાં વધી

ગૌતમ અદાણીની સંપત્તિમાં ત્રણ અઠવાડિયા એટલે કે 20 જાન્યુઆરી પછી પ્રથમ વખત વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થમાં 2.2 ટકાનો વધારો થયો છે એટલે કે $1.22 બિલિયન એટલે કે રૂ. 10,000 કરોડથી વધુ. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને $57.6 બિલિયન થઈ ગઈ છે. જ્યારે 20 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 121 અબજ ડોલર હતી. મતલબ કે ત્યારથી લઈને અત્યાર સુધી તેમની સંપત્તિમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા, ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વર્ષે કેટલો થયો ઘટાડો?

ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે 52 ટકા એટલે કે $63 બિલિયનનો ઘટાડો થયો છે. વર્ષ 2023માં અત્યાર સુધી ગૌતમ અદાણી વિશ્વમાં સૌથી વધુ હારેલા સાબિત થયા છે. તેમજ તેની સંપત્તિમાં જે ઝડપે ઘટાડો થયો છે તેને પણ રેકોર્ડ માનવામાં આવે છે. 20 જાન્યુઆરીના રોજ, તેઓ $121 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા, જે હવે 21મા સ્થાને પહોંચી ગયા છે. હાલમાં મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે જે ટોપ 20માં સામેલ છે અને વિશ્વ અને એશિયાના 12મા સૌથી ધનિક બિઝનેસમેન છે. આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ 8 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

હિન્ડેનબર્ગના  આરોપ બાદ ચુકવશે દેવું

હિંડનબર્ગના રિપોર્ટ બાદ માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌતમ અદાણી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે. હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર કંપનીના શેરમાં હેરાફેરી, તેમને વધુ પડતું મૂલ્યાંકન કરવા સહિતના અનેક ગંભીર આરોપો મૂક્યા છે. જેના કારણે કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રુપની 4 કંપનીઓના વેલ્યુએશનમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

કંપનીના મૂલ્યાંકનમાં 60 ટકાથી વધુનો ઘટાડો થયો છે. વિપક્ષના હુમલા બાદ તેમણે પોતાની યોજનામાં દેવું ઘટાડવાને પ્રાથમિકતા આપી છે. અગાઉ 1.11 અબજ ડોલરની લોન પ્રીપેમેન્ટની જાહેરાત અને હવે પોર્ટ યુનિટનું દેવું ઘટાડવા માટે 5 હજાર કરોડ રૂપિયા એટલે કે 604.6 મિલિયન ડોલર આપવાની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં, હિંડનબર્ગના આરોપોને પગલે ગૌતમ અદાણીની કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્ય અને કોર્પોરેટ ગવર્નન્સ તપાસ હેઠળ આવ્યા છે.

Next Article